ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓગસ્ટ 2020
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બીએસએફ દ્વારા એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કરવામાં આવ્યો છે. બીએસએફના જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોયો હતો. આથી તેને રોકવા પ્રયાસ કર્યો પરંતુ ઘૂસણખોર દોડવા લાગ્યો હતો અને એક ઝાડ પાછળ છુપાઈ ગયો હતો. તે જ વેળા BSFના જવાનોએ ફાયરિગ કર્યું , જેમાં તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટના એટલા માટે પણ મહત્વની થયી જાય છે. કેમકે, અધિકારીઓના જણાવ્યાં મુજબ, આ પહેલીવાર છે જ્યારે આ સાઈડ ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના ગુજરાત-રાજસ્થાન સરહદથી માત્ર બે કિલોમીટરની અંદર બની છે. જ્યાં કચ્છનું રણ સમાપ્ત થાય છે અને તે રાજસ્થાનના બાડમેરના પ્રથમ બોર્ડર ઓબ્ઝર્વેશન પોસ્ટ નજીક છે, ”
આ ઘટના પછી, બીએસએફના અધિકારીઓએ ઘૂસણખોરની ઓળખ માટે પાકિસ્તાની રેન્જર્સનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. અગાઉ પણ પાકિસ્તાન દ્વારા 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, દિવાળી જેવાં તહેવાર દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નોને બીએસએફ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા હતા. જો કે, આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું પહેલીવાર થયું છે. ” નોંધનીય છે કે સપ્તાહ બાદ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ ખૂબ કડક પગલાં લઈ રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com