News Continuous Bureau | Mumbai
Pakistani Woman Mehvish : પાકિસ્તાનથી પહેલા સીમા હૈદર ભારત આવી અને લગ્ન કર્યા. હવે તેવા જ એક અન્ય કિસ્સામાં સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ બીજી પાકિસ્તાની મહિલા બે બાળકોની માતા ભારત આવી છે. તેણે રાજસ્થાનના ( Rajasthan ) યુવક સાથે લગ્ન પણ કર્યા છે. પાકિસ્તાનથી આવેલી બે બાળકોની માતા મેહવિશે રાજસ્થાનના ચુરુના એક યુવક સાથે લગ્ન કર્યા છે. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મેહવિશ તેના પ્રેમી રહેમાન સાથે રહેવા રાજસ્થાનના બિકાનેર પહોંચી હતી. મેહવિશ પાકિસ્તાનની છે, પરંતુ તેના કુવૈત અને સાઉદી અરેબિયા સાથે પણ સંબંધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેહવિશ પાકિસ્તાનના ( Pakistan ) લાહોરની રહેવાસી છે.
મેહવિશ ( Mehvish ) જ્યારે 2 વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. તે માત્ર 10 વર્ષનો હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. બાદમાં મેહવિશ તેની બહેન સાહિમા સાથે ઈસ્લામાબાદમાં ( Islamabad ) રહેતી હતી. મેહવીશ છેલ્લા એક દાયકાથી તેનું બ્યુટી પાર્લર ચલાવી રહી છે અને તેના બાળકોનું પાલનપોષણ કરી રહી છે.
Pakistani Woman Mehvish : મેહવિશના પહેલા લગ્ન 2006માં થયા હતા..
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેહવિશના પહેલા લગ્ન 2006માં થયા હતા. પાકિસ્તાનના ( India Pakistan ) બદામી બાગના એક વ્યક્તિ સાથેના લગ્નથી તેને બે પુત્રો થયા હતા. જેમાંથી એકની ઉંમર હાલમાં 12 વર્ષની છે અને બીજાની 7 વર્ષની છે. કોઈ કારણસર બંનેએ 2018માં છૂટાછેડા લીધા હતા. આ સમય દરમિયાન, મેહવિશના પતિએ બીજા લગ્ન પણ કરી લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : Carrie Fisher Star Wars: સ્ટાર વોર્સની દિવંગત અભિનેત્રી કેરી ફિશરે પહેરેલી બિકીનીની 1.46 કરોડ રૂપિયામાં હરાજી થઈ.. જાણો વિગતે..
જ્યારે રાજસ્થાનના ચુરુનો રહેવાસી રહેમાન કુવૈતમાં ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરતો હતો. તે દરમિયાન રહેમાન ( Mehvish Rehman ) અને મેહવિશ ફેસબુક પર મિત્ર બન્યા હતા. બંને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલતી રહી હતી. મેહવિશે 13 માર્ચ 2022ના રોજ રહેમાનને પ્રપોઝ કર્યું હતું. રિપોર્ટ અનુસાર, બંનેએ 16 માર્ચ 2022ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગ્ન કર્યા હતા. બાદમાં 2023માં મક્કામાં લગ્ન કર્યા હતા. હવે મેહવિશ 25મી જુલાઈએ ભારત આવી છે. હાલમાં મેહવિશને 45 દિવસ માટે ટૂરિસ્ટ વિઝા મળ્યો છે. આ સાથે જ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસ પણ તપાસ કરી રહી છે.