Site icon

Panguni Uthiram festival: તામિલનાડુના આ સ્થળે માત્ર માત્ર 9 લીંબુ 2.36 લાખમાં વેચાયા, કેમ છે આટલી કિંમત?

Panguni Uthiram festival: વાર્ષિક પંગુની ઉતરીરામ ઉત્સવ દરમિયાન, સેંકડો નિઃસંતાન યુગલો વિલ્લુપુરમના તિરુવન્નૈનાલ્લુર ગામમાં બે પહાડીઓના સંગમ પર સ્થિત એક નાના મંદિરમાં ભગવાન મુરુગના દર્શન કરવા આવે છે. જેમાં મંદિર મેનેજમેન્ટ દ્વારા લીંબુની હરાજી કરવામાં આવે છે

Panguni Uthiram festival: Only 9 lemons were sold at this place in Tamil Nadu for 2.36 lakhs, why such a price?

Panguni Uthiram festival: Only 9 lemons were sold at this place in Tamil Nadu for 2.36 lakhs, why such a price?

 News Continuous Bureau | Mumbai

Panguni Uthiram festival: તમિલનાડુના ( Tamil Nadu ) વિલ્લુપુરમ મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં માત્ર 9 લીંબુ 2.36 લાખ રૂપિયામાં વેચાયા હતા. આટલા પૈસામાં લીંબુનો પૂરો બગીચા ખરીદી શકાય છે. તો આ લીંબુ આટલા ઊંચા ભાવે કેમ વેચાયા. 

Join Our WhatsApp Community

વાસ્તવમાં, ભગવાન મુરુગનની મૂર્તિ પાસે ભાલા પર આ લીંબુ ( Lemon ) અર્પણ કરવામાં આવે છે. ભાલા પર લગાવેલા આ લીંબુની મંગળવારે હરાજી કરવામાં આવી હતી. જ્યારે તેની હરાજી થઈ ત્યારે મંદિર સમૃદ્ધ થઈ ગયું હતું. લોકોએ 2.36 લાખ રૂપિયા આપીને આ લીંબુ ખરીદ્યા હતા.

ભગવાન મુરુગનું આ મંદિર તેના પવિત્ર લીંબુ માટે પ્રસિદ્ધ છે…

એક ધાર્મિક માન્યતા છે કે જે દંપત્તિને સંતાન ન હોય તેઓ આ લીંબુનું પાણી પીવાથી સંતાન પ્રાપ્ત કરી શકે છે. તેમજ ઘરમાં સમૃદ્ધી બની રહે છે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી કેમ નથી લડી રહ્યા..

વિલ્લુપુરમના તિરુવન્નૈનાલ્લુરમાં ( Villupuram temple ) ભગવાન મુરુગનું ( lord murugan )  આ મંદિર તેના પવિત્ર લીંબુ માટે પ્રસિદ્ધ છે. લોકોની માન્યતા છે કે ભગવાન મુરુગના ભાલા સાથે જોડાયેલા આ લીંબુમાં જાદુઈ શક્તિઓ હોય છે.

નોંધનીય છે કે, વાર્ષિક પંગુની ઉતરીરામ ઉત્સવ દરમિયાન, સેંકડો નિઃસંતાન યુગલો વિલ્લુપુરમના તિરુવન્નૈનાલ્લુર ગામમાં બે પહાડીઓના સંગમ પર સ્થિત એક નાના મંદિરમાં ભગવાન મુરુગના દર્શન કરવા આવે છે. જેમાં મંદિર મેનેજમેન્ટ દ્વારા લીંબુની હરાજી કરવામાં આવે છે અને લોકો ઉંચી બોલી લગાવી આ લીંબુ અહીંથી ખરીદ્યે છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version