ઉત્તર પ્રદેશની પ્રસિદ્ધ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માત્ર 20 દિવસમાં 26 અધ્યાપકોના મૃત્યુ થઇ ગયા છે.
આટલી મોટી સંખ્યામાં કોરોનાથી મૃત્યુ થતાં યુનિવર્સિટીના કુલપતિએ સેમ્પલ તપાસ માટે દિલ્હી મોકલ્યા છે.
અહીં કોરોનાનું નવું વેરિયન્ટ વિકસ્યું હોવાની આશંકા થતાં યુનિવર્સિટીના વીસી તારિક મંસૂરે ICMR ના ડીજી. પ્રોફેસર ભાર્ગવને પત્ર લખીને કોવિડ સેમ્પલની તત્કાલ તપાસ કરવા કહ્યું છે.
