ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની પત્ની સારિકા સિંહ પાંચ કંપનીઓમાં ડાયરેક્ટર છે. તે ઇન્ડિયાબુલ્સ ની ત્રણ કંપનીઓમાં ડિરેક્ટર છે આ ઉપરાંત ખેતાન એન્ડ કંપનીમાં પાર્ટનર છે. જોવાની વાત એ છે કે તે એલઆઇસી હાઉસિંગ મા પણ ઉચ્ચ હોદ્દા પર હતી પરંતુ ગત વર્ષે ટીઆરપી સ્કેમમાં પરમવીર સિંહ ની કાર્યવાહી પછી તેની પાસેથી જબરદસ્તી રાજીનામું લેવામાં આવ્યું હતું.
એવું કહેવું અસ્થાને નહીં હોય કે સવિતા સિંહ એક મોટી કોર્પોરેટ પ્લેયર છે. તે ટ્રસ્ટ ડિડ, રિલીઝ ડિડ અને ગીફ્ટ ડિડ અંગે પણ સલાહ આપે છે. તેના ગ્રાહકોમાં મોટા ડેવલોપર, કોર્પોરેટ હાઉસ અને ઘરેલું રોકાણકાર ઉપરાંત વિદેશી રોકાણકાર સામેલ છે.
