ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી મુંબઈ
16 જુલાઈ 2020
બિહારમાં ગોપાલગંજ અને પૂર્વ ચંપારણને જોડતો નવો પુલનો એક ભાગ ગઈકાલે ભારે વરસાદ બાદ તૂટી પડ્યો હતો, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યું હતું તેના 29 દિવસ પછી જ થયું હતું. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ દરમિયાન વિપક્ષ આરજેડીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતું કે, સંયુકત રીતે ભ્રષ્ટાચાર આચરનાર ટોળકીના પિતામહ એવા નિતિશ કુમાર આ મામલે એક શબ્દ પણ નહી બોલે અને જવાબદાર મંત્રીને બરખાસ્ત પણ નહીં કરે. બિહારમાં ચારે તરફ લૂંટ ચાલી રહી છે. તો બીજી તરફ આ મામલામાં બિહાર સરકારના સડક નિર્માણ મંત્રીએ વિચિત્ર નિવેદન આપતા કહ્યુ હતું, કુદરતી આફતમાં રસ્તાઓ અને પુલ તુટી જવાની ઘટનાઓ બનતી રહે છે.આખા પુલને નુકસાન થયુ નથી પણ પાણીના વહાણના કારણે એક હિસ્સો વહી ગયો છે.
ઉલ્લેખનીય છે કે "ગોપાલગંજનો સત્તરઘાટ પુલ 8 વર્ષમાં 263.47 કરોડના ખર્ચે બનેલો આ સતર ઘાટ મહાસેતુ ધ્વસ્ત થવાના કારણે ચંપારણ, તિરદુત અને સારણના અનેક જિલ્લાનો સંપર્ક તૂટી ગયો હતો. આ પુલ પરથી આવાગમન પૂરેપુરું બંધ થઈ ગયું છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com