106
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Western Railwayપશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના સમય પાલનને વધુ બહેતર બનાવવા માટે ત્રણ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે પ્રમાણે છે :-
1. તારીખ 30.08.2024 થી ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ વિરમગામ જંકશન 04.05/04.07 કલાકને બદલે 04.18/04.20 કલાક તથા ચાંદલોડિયા બી કેબિન પર 04.50/04.52 કલાકને બદલે 05.03/05.05 કલાક રહેશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40 કલાકને બદલે 5.50 કલાકે પહોંચશે.
2. તારીખ 30.08.2024 થી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદર સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ જામનગર 0.47/0.52 કલાકને બદલે 0.54/0.59 કલાકે, હાપા 01.10/01.12 કલાકને બદલે 01.13/01.15 કલાકે, વાંકાનેર 03.57/03.59 કલાકને બદલે 03.30/03.32 કલાકે, થાન જંકશન 04.20/04.22 કલાકને બદલે 03.55/03.57 કલાકે તથા સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 05.04/05.06 કલાકને બદલે 04.39/04.41 કલાક રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચોઃModi, Biden talk Ukraine:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતી સાથે ફોન પર વાત કરી.
3. તારીખ 04.09.2024 થી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસનો રાજકોટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય ક્રમશઃ 02.10/02.15 કલાકને બદલે 01.50/02:00 કલાકે રહેશે.
ઉપરોક્ત સ્ટેશનો સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનના રોકાણ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.