News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) ગોંદિયામાં(Gondia) મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી રહી છે, જેમાં એક પેસેન્જર ટ્રેને(passenger train) માલગાડીને(Freight Train) ટક્કર મારી છે. ટક્કર બાદ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા અને 50થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને(Injured passengers) સારવાર માટે ગોંદિયા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં(private hospital) લઈ જવામાં આવ્યા છે.
આ ઘટના(Train Accident) મંગળવારની રાત્રીના લગભગ 2.30 વાગ્યાની આસપાસ ઘટી હતી કે જ્યારે એક ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 50થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન(goods train and passenger train) વચ્ચે આ અકસ્માત ભગત કી કોઠી વચ્ચે સિગ્નલ ન મળવાના કારણે થયો હતો. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં એક પણ મુસાફરનું મોત નથી થયું. આ અકસ્માતનો ભોગ બનેલી ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી(Bilaspur in Chhattisgarh) રાજસ્થાનના(Rajasthan) જોધપુર(Jodhpur) જઈ રહી હતી.
આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢાનો વિકેન્ડમાં પણ ન જોવા મળ્યો જાદુ- પાંચ દિવસમાં માત્ર આટલી કરી કમાણી- ફિલ્મ ફ્લોપ જતા આમિર ખાને લીધો આ નિર્ણય
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ દુર્ઘટના એક જ ટ્રેક પર બંને ટ્રેનોના આવવાને કારણે થઈ છે. ગ્રીન સિગ્નલ મળ્યા બાદ બિલાસપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન(Bilaspur-Bhagat Ki Kothi Express Passenger Train) આગળ નીકળી ગઈ હતી. ગોંદિયા પહોંચતાની સાથે જ તે જ ટ્રેક પર ઉભેલી માલગાડીએ તેને પાછળથી ટક્કર મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિશિયન(technician) તરફથી યોગ્ય સિગ્નલ ન મળવાને કારણે આ દુર્ઘટના બની હતી.