Patan Charanka Solar Park પાટણના ચારણકા સોલાર પાર્કે ભારતની હરિત ઊર્જા ક્રાંતિમાં વરદાનરૂપ ભૂમિકા ભજવી, ગુજરાત બન્યું રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી

Patan Charanka Solar Park ૪,૭૦૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ વિશાળ પ્રોજેક્ટમાં ૩૬ ડેવલપર્સ દ્વારા ૭૪૯ મેગાવોટ ક્ષમતા સાથે અવિરત વીજ ઉત્પાદન

by Krishna
Patan Charanka Solar Park  પાટણના ચારણકા સોલાર પાર્કે ભારતની હરિત ઊર્જા ક્રાંતિમાં વરદાનરૂપ ભૂમિકા ભજવી, ગુજરાત બન્યું રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી

 

News Continuous Bureau | Mumbai

Patan Charanka Solar Park ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવેલો ચારણકા સોલાર પાર્ક (Charanka Solar Park) આજે ભારતની હરિત ઊર્જા ક્રાંતિ (Green Energy Revolution) નું મુખ્ય કેન્દ્ર બનીને ઉભરી આવ્યો છે.

Patan Charanka Solar Park – વર્ષ ૨૦૧૦માં શરૂ થયેલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઐતિહાસિક પ્રારંભ

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦માં શરૂ કરવામાં આવેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ૧૯ એપ્રિલ, ૨૦૧૨ના રોજ સફળતાપૂર્વક કાર્યરત થયો હતો. આશરે ૭,૫00 વીઘા (૪,૭૦૦ એકરથી વધુ) વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં અત્યાધુનિક સોલાર પેનલ્સ (Solar Panels) અને ઇન્વર્ટર બ્લૉક્સની નિયમિત તકનીકી દેખરેખ રાખવામાં આવે છે, જેથી અવિરત વીજ ઉત્પાદન સુનિશ્ચિત થઈ શકે.

Patan Charanka Solar Park – ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને જીવનધોરણમાં સુધારો

આ સોલાર પાર્કના નિર્માણથી ચારણકા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોને અવિરત વીજ પુરવઠો (Power Supply) મળતો થયો છે. આંતરમાળખાકીય વિકાસ (Infrastructure Development) થકી નવી રોજગારીની તકો સર્જાતા સ્થાનિક ગ્રામજનોનું જીવનધોરણ સુધર્યું છે અને શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ગુજરાત અગ્રણી સ્થાને બિરાજમાન છે.

Patan Charanka Solar Park – ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજ તરફ ભવિષ્યલક્ષી કદમ

કાર્બન એમિશન (Carbon Emission) ઘટાડીને પર્યાવરણ સંરક્ષણની દિશામાં નક્કર કદમ ઉઠાવનાર આ સોલાર પાર્ક હવે ગ્રીન હાઇડ્રોજન (Green Hydrogen) અને એનર્જી સ્ટોરેજ (Energy Storage) જેવા ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ તરફ આગળ વધી રહ્યો છે. આ સાહસ ગુજરાતની દીર્ઘદ્રષ્ટિ અને ટકાઉ વિકાસ (Sustainable Development) ના સંકલ્પને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે.

👉 આ સમાચાર વાચો:
DRI Busts Betel Nut Import Scam ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા સોપારીની આયાતમાં સાફ્ટા (SAFTA) કરારના મોટા પાયે ગેરકાયદે ઉપયોગ અને દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More