સંજય રાઉતને ફરી એક ઝટકો- કોર્ટે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો- ન્યાયિક કસ્ટડી પણ આટલા દિવસ સુધી લંબાવી

by Dr. Mayur Parikh
Case Filed Against Sanjay Raut

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં પાત્રા ચાલ જમીન કૌભાંડ(Patra Chawl Scam) માં મની લોન્ડરિંગના આરોપોને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીના ઘેરામાં આવેલા શિવસેનાના સાંસદ સંજય રાઉત(Sanjay Raut)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હાલમાં રાઉત મુંબઈની આર્થર રોડ(Arthar Road) જેલમાં છે. 

શિવસેનાના સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર 9 નવેમ્બરે સુનાવણી થશે. EDએ આજે ​​રાઉતના જામીન અંગે લેખિત જવાબ રજૂ કર્યો હતો. કોર્ટે જામીન પરનો ચુકાદો અનામત રાખ્યો છે. એટલે કે કોર્ટ હવે 9 નવેમ્બરે પોતાનો ચુકાદો આપશે.  મહત્વનું છે કે આ કેસની સુનાવણી પીએમએલએ કોર્ટમાં ચાલી રહી છે. આ સાથે સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 14 દિવસ સુધી લંબાવી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  અગત્યનું – મોદી સરકાર બેંક એકાઉન્ટ ખોલાવવા અને સિમ લેવાના નિયમમાં કરી રહી છે ફેરફાર- અહીં જાણો નવી જોગવાઈ

શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતની 31 જુલાઈના રોજ મોડી રાત્રે ઈડી દ્વારા મેઈલ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાઉતને પહેલા ED અને પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, ત્યારથી રાઉત આર્થર રોડ જેલમાં બંધ છે. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment