News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસ(Patra land scam case)માં શિવસેના નેતા સંજય રાઉત(Shiv Sena leader Sanjay Raut)ની ધરપકડ કરી છે.

જમીન કૌભાંડ કેસમાં પુરાવા એકત્રિત કરવા માટે, EDની ટીમ રવિવારે (31 જુલાઈ, 2022) સવારે સંજય રાઉતના ઘરે પહોંચી અને 9 કલાક સુધી તેમની પૂછપરછ કરી. જે બાદ તેમને કસ્ટડી(Custody)માં લેવામાં આવ્યા હતા. ધરપકડ પહેલાં ED બિલ્ડિંગની છત પર ફરતા શિવસેનાના નેતાની તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે.

તપાસ એજન્સીની કસ્ટડી(Custody)માં સંજય રાઉત મુંબઈમાં ઈડી ઓફિસની ઈમારતની છત પર જોવા મળ્યા હતા. અહીં તેમણે બિલ્ડિંગની બહાર ઊભેલા પોતાના સમર્થકો(Supporters)ને જોઈ તેમણે હાથ હલાવવાનું શરૂ કર્યું. જોકે થોડા સમય બાદ EDના અધિકારીઓ તેને નીચે લાવ્યા. આ વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના સવાલો પૂછી રહ્યા છે.
#Mumbai: Detained Shiv Sena leader Sanjay Raut at the terrace of the ED office building after he was brought there by ED officials in connection with Patra Chawl land scam case pic.twitter.com/lMm0y430E8
— Dailynews Viral (@dailynewsceo) July 31, 2022