404
અમદાવાદ શહેરમાં હેલ્મેટ અને માસ્ક ન પહેરવા બદલ અમદાવાદીઓએ 49 કરોડ 19 લાખ 94 હજાર 995 રૂપિયાનો દંડ ભર્યો છે.
અમદાવાદ શહેરમાં હેલ્મેટ ના પહેરવાના કારણે 22 કરોડ 23 લાખ 46 હજાર 195 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
માસ્ક ન પહેરવાના કારણે 26 કરોડ 96 લાખ 48 હજાર 800 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે.
ગૃહમાં મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે હેલ્મેટ તથા માસ્ક ન પહેરવાના કારણે થયેલા દંડની માહિતી માંગી હતી જેનો જવાબ સરકારે રજૂ કર્યો હતો.
આ દંડ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં હેલ્મેટ અને માસ્ક ન પહેરવાના કારણે પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લા તેમજ ખેડા જિલ્લામાં વસુલવામાં આવ્યો છે
Join Our WhatsApp Community
