Viral video : વગર આમંત્રણે મહેમાન બનવું ભારે પડ્યું. જાનૈયાઓ એ MBAનો વિદ્યાર્થિ ને આપી વાસણ ધોવાની સજા, વીડિયો વાયરલ

ભોપાલમાં બુધવારે એક MBA સ્ટુડન્ટ બરાબરનો ફસાઈ ગયો. તે આમંત્રણ વગર લગ્નના મહેફિલમાં પહોંચી ગયો અને ભોજનનો આનંદ માણ્યો. પરંતુ તે આબાદ પકડાઈ ગયો ત્યારબાદ તેની પાસે વાસણ ધોડાવવામાં આવ્યા.. હવે વિડિયો થઈ રહ્યો છે વાયરલ. 

by kalpana Verat
Viral Video: MBA Student Gatecrashes Wedding

News Continuous Bureau | Mumbai

તમને ફિલ્મ 3 ઈડિયટ્સનું તે દ્રશ્ય યાદ હશે, જ્યારે આમિર ખાન, શરમન જોશી અને આર માધવન લગ્નમાં બિનઆમંત્રિત દેખાયા હતા. પાછળથી ખબર પડે છે કે તેઓ જે લગ્ન (Wedding) માં બિનઆમંત્રિત પ્રવેશ્યા છે, તે તેમની જ કોલેજના પ્રિન્સિપાલની પુત્રીના લગ્ન છે. આ દરમિયાન કરીના કપૂર સાથે આમિરની પહેલી મુલાકાત પણ થાય છે. આવું જ કંઈક કરવાના પ્રયાસમાં ભોપાલ (Bhopal) માં એક MBA સ્ટુડન્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયો. તેણે આમંત્રણ આપ્યા વિના લગ્નમાં પ્રવેશ કર્યો અને પકડાઈ ગયો. પછી શું હતું, ઘરના લોકોએ તેને સજા કરી અને વાસણો ધોવાનું કામ આપ્યું. હવે આ MBA સ્ટુડન્ટ (MBA Student) નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જબલપુરનો વિદ્યાર્થી

આ વિડીયો ભોપાલનો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં એમબીએના વિદ્યાર્થીનું નામ સમ્રાટ કુમાર જણાવવામાં આવી રહ્યું છે, જે જબલપુરનો રહેવાસી છે. વિડિયો બનાવનાર વ્યક્તિએ વિદ્યાર્થીનો ઇન્ટરવ્યુ લીધો જ્યારે તે વાસણ ધોતો હતો. લોકો આ વીડિયોને ખૂબ જ મજા સાથે શેર કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : પત્રકાર રવીશકુમાર એ બળાપો કાઢ્યો. કહ્યું પત્રકારત્વનો આ ભસ્મ યુગ છે અને આખેઆખો મીડિયા વર્ગ ગોદી મીડિયા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More