ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને મોટી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઝારખંડ સરકારે બીપીએલ કાર્ડ ધારક લોકોને મોટી રાહત આપી છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે 26 જાન્યુઆરીથી BPL કાર્ડ ધારકોને 26 રુપિયા સસ્તું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે.
લોકો પેટ્રોલ પંપ પર જઈને BPL કાર્ડ બતાવીને 25 રુપિયા સસ્તું પેટ્રોલ મેળવી શકે છે.
જોકે આ યોજના ફક્ત બીપીએલ કાર્ડ ધારકો માટે જ છે, તે સિવાયના લોકોએ તો જુના ભાવે જ પેટ્રોલ અને ડીઝલ પુરાવવાનું રહેશે.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાનની વધી મુશ્કેલી, EDએ અનિલ દેશમુખ સામે દાખલ કરી આટલા પાનાની ચાર્જશીટ
