News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોંઘવારીમાં પિસાતી સામાન્ય જનતાને થોડી રાહત આપી છે.
મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો છે.
આ કપાત બાદ હવે પેટ્રોલ 106.35 રૂપિયા અને ડીઝલ 94.28 રૂપિયા પ્રતિ લીટર મળશે.
હાલ મુંબઈમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
અગાઉ મે મહિનામાં પણ મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.08 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.44નો વેટ ઘટાડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આ મહત્વપૂર્ણ પદ પરથી સોનિયા ગાંધી આપશે રાજીનામું અને શરદ પવાર વિરાજમાન થશે-રાજનૈતિક હલચલ તેજ-જાણો વિગત
