News Continuous Bureau | Mumbai
બિપરજોય વાવાઝોડુ હવે બોવ દૂર નથી ગણતરીના દિવસોમાં જ વાવાઝોડુ સૌરાષ્ટ્રમાં પણ ત્રાટકવાની આશંકા હાલ સેવાઈ રહી છે ત્યારે તમામ કક્ષાના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ લોકોને નુકશાન ન પહોંચે અને જાનહાનિ તળે અને બધા સુરક્ષિત રહે તે માટે એડી ચોટીનું જોર લગાવી દિવસ રાત એક કરી કમે લાગ્યા છે ત્યારે પીજીવીસીએલની ટીમ પણ એક્શન મોડમાં આવી છે. આગામી દિવસોમાં બિપોરજોય ચક્રવાત સૌરાષ્ટ્ર નજીકથી પસાર થવાની સંભાવનાને અનુલક્ષી પીજીવીસીએલની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. વાવાઝોડું ટકરાઈ અને નુકશાન થાય તેને પહોંચી વળવા પૂરતા માણસો અને મટીરીયલની વ્યવસ્થા કરી રાખી છે.
પીજીવીસીએલ દ્વારા એન્જિનિયર સહિતના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી સ્ટેન્ડ બાય રાખ્યા છે અને જો વાવાઝોડાને કારણે કોઈ હાની પહોંચે તો તેને પહોંચી વળવા પૂરતી તૈયારી કરવામાં આવી છે. પીજીવીસીએલનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ જિલ્લાના એન્જિનિયર અને અધિકારીઓ સાથે સતત મિટિંગ કરી વ્યવસ્થાનો તાગ મેળવી રહ્યા છે. અને જો વાવાઝોડાને કારણે કઈ નુકશાન થાય તો તેની ભરપાઈ જલ્દી થી જલ્દી કરવા પીજીવીસીએલનો સ્ટાફ તત્પર રહેશે અને લોકોની બને તેટલી મુશ્કેલી જલ્દી થી જલ્દી હલ કરવાની કોશિશ કરશે.
આ સમાચાર પણ વાંચો: અતિતમાં ડોકિયું.. પુણેની સ્કૂલમાં યોજાયું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, છાત્રોએ જૂની યાદો કરી તાજી.. જુઓ વિડીયો..
