News Continuous Bureau | Mumbai
Photography: ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા અમદાવાદ ( Ahmedabad ) ખાતે ૨૭મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો વિષય એક ભારત શ્રેષ્ઠ ભારત રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં બ્લેક એન્ડ વ્હાઈટ અને કલર એમ બે વિભાગમાં યોજાશે, જેમાં બે વિભાગમાં વધુમાં વધુ પાંચ પાંચ કૃતિઓ સ્પર્ધા માટે મોકલી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા સંપૂણ ઓનલાઈન યોજાવાની હોવાથી ફોટોની પ્રીન્ટ મોકલવાની રહેશે નહી. પ્રત્યેક વિભાગમાં આઠ આઠ ઈનામો જાહેર કરવામાં આવશે અને નિર્ણાયક શ્રીઓ દ્વારા પસંદગી પામેલ કૃતિઓનું પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાશે તેમ ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીના ( Gujarat State Lalit Kala Academy ) સચિવ શ્રીની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Haridwar:અંધશ્રદ્ધામાં હોમાયુ નાનું બાળક, મંત્ર-જાપ કરી કેન્સર પીડિત 5 વર્ષના દીકરાને દંપતિએ ગંગામાં ડુબાડી રાખ્યો, નીપજ્યું મોત..
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ( National Photography Competition ) ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે ( photographer ) પોતાની કૃતિ તા. ૨૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર આપેલા અરજીપત્રક ઓનલાઈન ભરીને કલાકૃતિના જરૂરી ફોટા તથા વિગતો સાથે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. પોસ્ટ કુરીયર રૂબરૂ મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહિં. આ બાબતે જરૂર જણાયે કચેરીના ટેલિફોન નં – ૦૭૯-૨૬૪૨૫૫૬૨ ઉપરથી માહિતી મેળવા શકાશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું હતુ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.