News Continuous Bureau | Mumbai
- રાજ્ય સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે
- ચણાના રૂ. ૫૬૫૦ અને રાયડાના રૂ. ૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર
PM Asha Scheme: રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને આર્થિક સુરક્ષા મળે તે માટે સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. ખેડૂતો તા.૧૮ ફેબ્રુ.થી ૦૯ માર્ચ (૨૦ દિવસ) સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરી શકશે. નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર થશે.
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણાના રૂ.૫૬૫૦ અને રાયડાના રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે વિવિધ ખરીદી કેન્દ્રોથી ખરીદી થશે. તા.૧૪ માર્ચથી ખરીદીનો પ્રારંભ થશે.
આ સમાચાર પણ વાંચો: ED BBC India : BBC India ઇડીની રડાર પર, BBC ઈન્ડિયાને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ: 3 ડિરેક્ટરો સામે પણ કાર્યવાહી..
PM Asha Scheme: રાજ્ય સરકાર ચણા અને રાયડાની પાકની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરશે. જે માટે સરકારે આગોતરૂ આયોજન હાથ ધર્યું છે. જેથી ચણા અને રાયડો પકવતા ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed