Site icon

રાજકોટમાં બનશે અત્યાધુનિક એઈમ્સ.. મોદીએ કર્યું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત.. અધધધ લોકોને મળશે રોજગારી. . 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020 

આજે પીએમ મોદીએ રાજકોટના ખંઢેરી નજીક નિર્માણ થનારી એઈમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યુ હતું. પ્રધાનમંત્રી મોદીએ ખાતમુહૂર્ત બાદ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. 

Join Our WhatsApp Community

એઇમ્સને લઇ પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશમાં માત્ર 6 નવી એઇમ્સ બની શકી છે. 2003 મા અટલજીની સરકારે 6 નવી એઇમ્સ બનાવવા પગલાં લીધા હતાં. જેને બનાવતાં બનાવતાં 2012 આવી ગયું, એટલે કે 9 વર્ષ થઈ ગયા. છેલ્લા 6 વર્ષમાં 10 નવી એઇમ્સ બનાવવા પર કામ થઈ ચુક્યું છે. એઇમ્સની સાથે દેશમાં 20 એઇમ્સ જેવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. એમ પણ પીએમ મોદીએ કહ્યું. 

મોદીએ કહ્યું,  મેડિકલ સેક્ટરમાં ગુજરાતની સફળતા પાછળ બે દાયકાનો અવિરત પ્રયાસ છે. છેલ્લા 6 વર્ષમાં સારવાર અને મેડિકલ એજ્યુકેશને લઈ જે સ્કેલ પર કામ થયું છે તેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. ગુજરાતમાં સંક્રમણને રોકવા અને હવે રસીકરણની તૈયારીઓને લઈ પ્રશંસનીય કામ થયું છે.  

હવે આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે. સારવાર અને શિક્ષણ ઉપરાંત તેમાં રોજગારીના અનેક અવસર પેદા થશે. જેમાં અંદાજે 5000 જેટલી રોજગારી ઉભી થશે. કોરોનાની વેક્સિનને લઈ તેમણે જણાવ્યું, 2020માં સંક્રમણના કારણે નિરાશા હતી પણ 2021 નવી આશા લઈને આવી રહ્યું છે. અંતિમ તબક્કામાં વેકસિન માટે તૈયારીઓ ચાલુ છે. 

ભારતે સમય પર યોગ્ય પગલા લીધા, જેના પરિણામે આજે દેશની 130 કરોડથી વધારે વસતીમાંથી 1 કરોડ લોકો આ બીમારી સામેની જંગ જીતી ગયા છે. ચાલુ વર્ષનો અંતિમ દિવસ ભારતના લાખો ડોક્ટર્સ, હેલ્થ વોરિયર્સ, સફાઈ કર્મી, દવાની દુકાનમાં કામ કરતાં તથા બીજા ફ્રન્ટ લાઇન વોરિયર્સને યાદ કરવાનો છે. એમ કહી તેમણે સંકટ સમયે દેશના લોકોની સેવા કરનારને ધન્યવાદ પાઠવ્યા હતાં..

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version