Site icon

આનંદો, મહારાષ્ટ્રના ફાળે વધુ બે વંદે ભારત આવી. PM નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર માટે 2 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ તેમની મુંબઈની મુલાકાત દરમિયાન બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન - CSMT-સોલાપુર અને CSMT-શિરડી -ને લીલી ઝંડી બતાવે તેવી શક્યતા છે.

PM Modi virtually flags off Uttarakhand`s first Vande Bharat Train

હવે આ રાજ્યને મળી તેની પ્રથમ વંદે ભારત ટ્રેન, પીએમ મોદીએ દેખાડી લીલી ઝંડી.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

અધિકારીઓ દ્વારા દોરવામાં આવેલા કામચલાઉ સમયપત્રક મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM  ) આ ટ્રેનોને ફ્લેગ ઓફ ( inaugurate  ) કરવા માટે CSMT ની મુલાકાત લે તેવી અપેક્ષા છે જે મહારાષ્ટ્રના લોકપ્રિય યાત્રાધામ નગરોને સરળ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

Join Our WhatsApp Community

બે રુટ પર આ ટ્રેનો દોડવાની છે જેમાં – CSMT થી શિરડી અને સોલાપુર થી CSMT સુધી એમ બે ટ્રેનો બપોરે 3 વાગ્યે સુનિશ્ચિત થયેલ છે.

મહારાષ્ટ્ર ( Maharashtra ) એ પહેલું રાજ્ય હશે જ્યાં બે આંતર-રાજ્ય વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express ) હશે. મુંબઈથી સંચાલિત થનારું આ ત્રીજું વંદે ભારત મિશન હશે, જેમાં પ્રથમ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલશે.

કયા રુટ પર દોડશે વંદે ભારત –

સૂત્રોએ જણાવ્યું હતું કે સીએસએમટી-સોલાપુર ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે,

ટ્રેન સોલાપુરથી સવારે 6.05 વાગ્યે ઉપડશે અને બપોરે 12.35 વાગ્યે CSMT પહોંચશે.

CSMT થી, પ્રસ્થાનનો સમય 4.10pm હશે; તે રાત્રે 10.40 વાગ્યે સોલાપુર પહોંચશે.

આ અંતર કાપવામાં ટ્રેન 6 કલાક અને 30 મિનિટ લેશે

જ્યારે સિદ્ધેશ્વર એક્સપ્રેસ દ્વારા 7 કલાક 55 મિનિટનો સમય લાગશે.

માર્ગમાં, ટ્રેન દાદર, થાણે, લોનાવાલા અને કુર્દુવાડી ખાતે થોભશે.

નિયમિત રન માટે, CSMT-શિરડી સવારે 6.15 વાગ્યે CSMT થી ઉપડશે અને 12.10 વાગ્યે સાંઈ નગર શિરડી પહોંચશે.

પરત ફરતી વખતે, ટ્રેન સાંઈ નગર શિરડીથી સાંજે 5.25 વાગ્યે ઉપડશે અને 11.18 વાગ્યે CSMT પહોંચશે.

આ ટ્રેન આ બે સ્થળો વચ્ચે મુસાફરી કરવામાં 5 કલાક અને 55 મિનિટ લેશે.

આ સમાચાર પણ વાંચો:  ચોંકાવનારા સમાચાર : ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસની, પોલીસ અધિકારી દ્વારા ગોળી મારીને હત્યા

જ્યારે હાલની CSMT-સાઈ નગર શિરડી એક્સપ્રેસ દ્વારા 6 કલાકનો સમય લાગશે અને દાદર, થાણે અને નાશિક રોડ પર રોકાશે. તે મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

બંને વંદે ભારત એક્સપ્રેસમાં 16 કોચ હશે જેમાં 1,128 મુસાફરો બેસી શકશે. આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી રીતે ઉત્પાદિત, વંદે ભારત વધુ સારી રીતે રાઇડ કમ્ફર્ટ ધરાવે છે.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version