News Continuous Bureau | Mumbai
PM Modi Bihar Visit : 24 એપ્રિલ, 2025ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (એનપીઆરડી)ની ઉજવણી કરશે. જેમાં 73માં બંધારણીય સુધારા કાયદા, 1992ના 32 વર્ષ પૂર્ણ થશે, જેણે પંચાયતોને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે બંધારણીય દરજ્જો આપ્યો છે. મુખ્ય સમારંભનું આયોજન બિહારનાં મધુબની જિલ્લામાં ઝંઝરપુર બ્લોકમાં લોહાણા ઉત્તરપ્રદેશ ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) અને ગ્રામસભાઓને સંબોધિત કરશે તથા વિશેષ કેટેગરીના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025 પણ એનાયત કરશે. ચાલુ વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને “સંપૂર્ણ સરકાર” અભિગમ મારફતે એક મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં છ કેન્દ્રીય મંત્રાલયો સામેલ છે: ગ્રામીણ વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, ઊર્જા મંત્રાલય, રેલવે મંત્રાલય અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે આ મંત્રાલયો સાથે જોડાયેલી કેટલીક મુખ્ય માળખાગત અને કલ્યાણકારી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. તેમાં એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ, ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સ, હાઉસિંગ યોજનાઓ, રેલવેનું માળખું અને માર્ગ વિકાસ સામેલ છે, જે અંદાજે રૂ.13,500 કરોડ છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી) તથા ડીએવાય–એનઆરએલએમ હેઠળ નાણાકીય સહાયનું વિતરણ પણ કરવામાં આવશે. આ પહેલો સાથે ગ્રામીણ ભારત, ખાસ કરીને બિહારનાં ગ્રામીણ વિસ્તારોને કનેક્ટિવિટી, સેવાઓ અને આર્થિક તકો વધારવાથી ઘણો લાભ થશે.
આ કાર્યક્રમમાં બિહારનાં મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ, કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી, શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય કુમાર સિંહા, બિહારનાં નાયબ મુખ્યમંત્રીઓ, શ્રી કેદાર પ્રસાદ ગુપ્તા, પંચાયતી રાજ મંત્રી, બિહાર, શ્રી અમૃતલાલ મીના, મુખ્ય સચિવ, બિહાર અને પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ તેમજ સહભાગી મંત્રાલયોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને તમામ પંચાયતોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. ગ્રામ પંચાયત સ્તરેથી એનપીઆરડી 2025નું પાલન સરકારની એ સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતા પર ભાર મૂકે છે કે વિકસીત પંચાયતો વિકસિત ભારતનો મજબૂત પાયો રચે છે.
આ સમાચાર પણ વાંચો : પહેલગામમાં આતંકી હુમલો કરનારા 4 શંકાસ્પદ આતંકીઓના ફોટા એજન્સીઓ દ્વારા જાહેર!!! સુરક્ષા એજન્સીઓ શોધખોળમાં લાગી..
PM Modi Bihar Visit :વિશેષ કેટેગરીના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025 વિશે
આ પુરસ્કારોમાં ક્લાઇમેટ એક્શન સ્પેશિયલ પંચાયત એવોર્ડ (સીએએસપીએ), આત્મનિર્ભર પંચાયત વિશેષ પુરસ્કાર (એએનપીએસએ) અને પંચાયત વિદ્યાર્થી નિર્માણ સર્વોત્તમ સંસ્થાન પુરસ્કાર (પીકેએનએસએસપી)નો સમાવેશ થાય છે. આ પુરસ્કારોનો ઉદ્દેશ ગ્રામ પંચાયતો અને સંસ્થાઓને માન્યતા આપવાનો છે. જેમણે આબોહવાની સ્થિતિસ્થાપકતા, રાજકોષીય સ્વનિર્ભરતા અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં અનુકરણીય કામગીરી દર્શાવી છે. બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને આસામ સહિતના રાજ્યોમાંથી પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છમાંથી ત્રણ ગ્રામ પંચાયતો – મોતીપુર (બિહાર), દાવ્વા એસ (મહારાષ્ટ્ર) અને હાટબદ્રા (ઓડિશા)નું નેતૃત્વ મહિલા સરપંચો દ્વારા કરવામાં આવે છે, જે તળિયાના સ્તરે સર્વસમાવેશક નેતૃત્વનું પ્રતિબિંબ પાડે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.