News Continuous Bureau | Mumbai
ભરૂચની(Bharuch) પુત્રવધુ વંદે ભારત ટ્રેનમાં(Vande Bharat train) પ્રધાનમંત્રીના(Prime Minister) બન્યા સહયાત્રી. તેણે વડાપ્રધાન સાથે 7 મીનિટ વુમન સિક્યોરિટી(Women Security) ઉપર ચર્ચા કરી. ભરુચ શહેરના ગીતા પાર્કના(Geeta Park) અર્ચના શાહ(Archana Shah) સાયબર સિક્યોરિટી(Cyber Security) ઉપર રિસર્ચ કરી રહ્યા છે. તેણે વુમન સ્ટાર્ટઅપ(Women Startup) અને સાયબર સિક્યોરિટી ઉપર યુનિસેફ(UNICEF) તેમજ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (Education Department) સાથે MOU કર્યું છે. આવા સમયે વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન અને લોકાર્પણ હતું,ત્યારે તેને વડાપ્રધાન સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો. વડાપ્રધાને તેની સાથે દેશમાં વુમન સાયબર સિક્યોરિટીને સશક્ત શી રીતે કરી શકાય તે બાબતે તેનો અભિપ્રાય જાણ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પરિચય મેળવ્યા બાદ. પ્રશ્ન પૂછ્યો હતો કે વુમન સિક્યોરિટી ઉપર દેશમાં શુ કરી શકાય.
નરેન્દ્ર મોદી(Narendra Modi) સાથે 7 મિનિટ ટ્રેનમાં ચાલેલા વાર્તાલાપમાં અર્ચના શાહે પોતાના વિચારો તેમજ અનુભવો વુમન સાયબર સિક્યોરિટી ઉપર રજૂ કરી મહિલાઓને તેમાં ફસાતા કઈ રીતે રોકી શકાયનો ચિતાર આપ્યો હતો. જેને સાંભળી પ્રધાનમંત્રી પ્રભાવિત થયા હતા તો ભરૂચની પુત્રવધુએ નરેન્દ્ર મોદી સાથે પોતાની રિચર્ચ, પ્રોજેકટ અને સ્ટડીને લઈ મળેલા મોકા અને વાતચીતને જિંદગીની અવિસ્મરણીય ક્ષણો(Unforgettable moments) ગણાવી હતી.
આ સમાચાર પણ વાંચો : ગાંધીનગરથી હવે મુંબઈ પહોંચવું થયુ વધુ સરળ- દેશને મળી ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ- જાણો ટ્રેન ની ખાસિયત અને કેટલું હશે ભાડું
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાત સરકારના(Gujarat Govt) એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને યુનિસેફ સાથે ભરૂચની પુત્રવધુ અર્ચના શાહ તેમજ તેમની ટીમના MOU થયા છે. જે અંતર્ગત તેઓ વુમન પાવર, સ્ટાર્ટ અપ, સાયબર સિક્યોરિટી ઉપર વર્કશોપ(workshop) યોજશે.