News Continuous Bureau | Mumbai
PM Modi in Maharashtra : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે વાશિમના પોહરાદેવીમાં જગદંબા માતા ( Pohara Devi Jagdamba Mandir ) ના મંદિરમાં પૂજા અર્ચના કરી અને માતાજી ની આરતી પણ કરી. એટલું જ નહીં મંદિરના પ્રાંગણમાં પણ ઢોલ વગાડ્યું. આ મંદિર બંજારા સમાજના લોકો માટે ખાસ છે અને તેઓ પોહરાદેવીની જગદંબા માતામાં ખુબ આસ્થા ધરાવે છે. અહીં દેવીની વિશેષ પૂજા અને આરતીમાં ઢોલ ( Dhol ) વગાડવો એ એક આવશ્યક વિધિ છે અને જ્યારે મંદિરમાં લોકોની મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે તેઓ ઢોલ વગાડીને તેમને અભિનંદન આપે છે.
#WATCH | Washim, Maharashtra: Prime Minister Narendra Modi tries his hands on a traditional dhol at the Samadhi of Sant Seva Lal Ji Maharaj. pic.twitter.com/NGhk2sBNUo
— ANI (@ANI) October 5, 2024
PM Modi in Maharashtra :PM મોદીએ વગાડ્યો ઢોલ
આ પછી પીએમ મોદીએ વાશિમમાં બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. PM મોદી આજે મહારાષ્ટ્ર માં રૂ. 56,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. મોદી વાશિમ ( Washim ) માં લગભગ રૂ. 23,300 કરોડની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી યોજનાઓ લોન્ચ કરશે. થાણેમાં રૂ. 32,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીએ IPS પ્રોબેશનર્સ સાથે કરી મુલાકાત, આ નવા પડકારોનો સામનો કરવાના મહત્વની થઈ ચર્ચા.
PM Modi in Maharashtra :મોદી BKC અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે મેટ્રોની સવારી કરશે
આ પછી, PM મુંબઈમાં લગભગ રૂ. 14,120 કરોડના ખર્ચની મુંબઈ મેટ્રો લાઇન-3ના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) થી આરે જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (JVLR) સેક્શનનું ઉદ્ઘાટન કરશે. મોદી BKC અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે મેટ્રોની સવારી પણ કરશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)