Site icon

Telangana : PM મોદીએ તેલંગાણાના સાંગારેડીમાં અધધ કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરી..

Telangana : પ્રધાનમંત્રીએ તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરી 3 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ સનથનગર - મૌલા અલી રેલ લાઇનના ડબલીંગ અને ઇલેક્ટ્રિફિકેશનનું અને છ નવા સ્ટેશન બિલ્ડીંગનું ઉદ્ઘાટન ઘાટકેસર - લિંગમપલ્લી વાયા મૌલા અલી - સનથનગરથી ઉદઘાટન MMTS ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવી ઈન્ડિયન ઓઈલ પારાદીપ-હૈદરાબાદ પ્રોડક્ટ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કર્યું હૈદરાબાદ ખાતે નાગરિક ઉડ્ડયન સંશોધન સંસ્થા (CARO) કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું "હું રાજ્યોના વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસના મંત્રમાં વિશ્વાસ કરું છું" "આજના પ્રોજેક્ટ્સ વિકિસિત તેલંગાણા દ્વારા વિક્સિત ભારત હાંસલ કરવામાં મદદ કરશે" "બેગમપેટ એરપોર્ટ પર હૈદરાબાદમાં નાગરિક ઉડ્ડયન સંશોધન સંસ્થા (CARO) કેન્દ્ર, આવા આધુનિક ધોરણો પર આધારિત તેના પ્રકારનું પ્રથમ છે"

PM Modi laid the foundation stone of multiple development projects worth half a crore in Sangareddy, Telangana and dedicated it to the nation.

PM Modi laid the foundation stone of multiple development projects worth half a crore in Sangareddy, Telangana and dedicated it to the nation.

News Continuous Bureau | Mumbai 

Telangana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓના ( development projects ) શિલાન્યાસ  અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રોજેક્ટમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ, ઉડ્ડયન અને કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ( Central Govt ) તેલંગાણાના વિકાસમાં મદદ કરવા માટે સતત કામ કરી રહી છે કારણ કે આજે તેમની રાજ્યની મુલાકાતનો બીજો દિવસ છે. તેમણે ઉર્જા, વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં ગઈકાલે આદિલાબાદથી આશરે રૂ. 56,000 કરોડના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરવાનું યાદ કર્યું અને આજના પ્રસંગનો ઉલ્લેખ કર્યો જ્યાં લગભગ રૂ. 7,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટના અનાવરણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. જેમાં હાઇવે, રેલ્વે, એરવેઝ અને પેટ્રોલિયમના સેક્ટરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ સરકારની કાર્યકારી વિચારધારાને પ્રકાશિત કરતા કહ્યું “હું રાજ્યોના વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસના મંત્રમાં વિશ્વાસ કરું છું”. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકાર એ જ ભાવના સાથે તેલંગાણાની સેવા કરવા માટે કામ કરી રહી છે અને આજના વિકાસ કાર્યો માટે નાગરિકોને અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) હૈદરાબાદમાં બેગમપેટ એરપોર્ટ પર સિવિલ એવિએશન રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ( CARO ) કેન્દ્રના ઉદ્ઘાટનને તેલંગાણા માટે ઉડ્ડયન ક્ષેત્રે એક મોટી ભેટ ગણાવી હતી. આ કેન્દ્ર આ પ્રકારનું પ્રથમ છે અને આ ક્ષેત્રમાં તેલંગાણાને નવી ઓળખ આપશે. આનાથી દેશમાં ઉડ્ડયન સ્ટાર્ટઅપ્સને સંશોધન અને વિકાસ પ્લેટફોર્મ મળશે, એમ પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

વિકસીત ભારતના ( Viksit Bharat ) ઠરાવમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કેન્દ્રિયતા પર ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષના બજેટમાં 11 લાખ કરોડ રૂપિયાની ફાળવણીનો ઉલ્લેખ કર્યો હતો. તેલંગાણાને આનો મહત્તમ લાભ આપવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, NH-161ના કાંડીથી રામસનપલ્લે સેક્શન અને NH-167ના મિર્યાલાગુડાથી કોદાડ સેક્શનથી તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે પરિવહન સુવિધાઓમાં સુધારો થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તેલંગાણા દક્ષિણ ભારતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે”, અને રાજ્યમાં રેલ કનેક્ટિવિટી અને સેવાઓને બહેતર બનાવવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો અને રેલ લાઈનોને બમણી કરવાની સાથે ઝડપી ગતિએ થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ આજે સનથનગર-મૌલા અલી રૂટના ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશનની સાથે છ નવા સ્ટેશન બિલ્ડીંગનો ઉલ્લેખ કર્યો હતો. ઘાટકેસર – લિંગમપલ્લી વાયા મૌલા અલી – સનથનગરથી MMTS ટ્રેન સેવાને આજે ફ્લેગ ઓફ કરીને, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હૈદરાબાદ અને સિકંદરાબાદ ક્ષેત્રના ઘણા વિસ્તારોને હવે મુસાફરો માટે અનુકૂળ બનાવવા માટે જોડવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આજે ઈન્ડિયન ઓઈલ પારાદીપ-હૈદરાબાદ પ્રોડક્ટ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું જે પેટ્રોલિયમ ઉત્પાદનોને સસ્તી અને પર્યાવરણીય રીતે ટકાઉ રીતે વહન કરશે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આનાથી વિક્સિત તેલંગાણા દ્વારા વિક્સિત ભારતને પ્રોત્સાહન મળશે.

આ સમાચાર પણ વાંચો :  Bharat Jodo Nyay Yatra: નિર્ધારિત સમયના 4 દિવસ પહેલા સમાપ્ત થશે કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’, 17 માર્ચે મુંબઈમાં યોજાશે INDIA એલાયન્સની રેલી..

આ પ્રસંગે તેલંગાણાના રાજ્યપાલ ડૉ. તમિલિસાઈ સૌંદરરાજન અને કેન્દ્રીય મંત્રી શ્રી જી કિશન રેડ્ડી સહિતના લોકો હાજર રહ્યાં હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી જે બે નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું તેમાં NH-161ના કાંડીથી રામસનપલ્લે સેક્શન સુધીના 40 કિલોમીટર લાંબા ચાર લેનિંગનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ઈન્દોર – હૈદરાબાદ ઈકોનોમિક કોરિડોરનો એક ભાગ છે અને તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે સીમલેસ પેસેન્જર અને માલવાહક પરિવહનની સુવિધા આપશે. આ વિભાગ હૈદરાબાદ અને નાંદેડ વચ્ચેના મુસાફરીના સમયમાં પણ લગભગ 3 કલાકનો નોંધપાત્ર ઘટાડો કરશે. પ્રધાનમંત્રીએ NH-167ના કોદાડ સેક્શનના 47 કિમી લાંબા મિરિયાલગુડાને બે લેનમાં અપગ્રેડ કરવાનું પણ ઉદ્ઘાટન કર્યું. સુધરેલી કનેક્ટિવિટી આ પ્રદેશમાં પ્રવાસન તેમજ આર્થિક પ્રવૃત્તિ અને ઉદ્યોગોને વેગ આપશે.

વધુમાં, પ્રધાનમંત્રીએ NH-65ના પુણે-હૈદરાબાદ સેક્શનના 29 કિલોમીટર લાંબા છ માર્ગીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ તેલંગાણાના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો જેમ કે પટંચેરુ નજીકના પશામ્યાલારામ ઔદ્યોગિક વિસ્તારને પણ બહેતર કનેક્ટિવિટી પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ છ નવા સ્ટેશન બિલ્ડીંગો સાથે સનથનગર-મૌલા અલી રેલ લાઇનના ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશનનું ઉદ્ઘાટન કર્યું. પ્રોજેક્ટના સમગ્ર 22 રૂટ કિમી ઓટોમેટિક સિગ્નલિંગ સાથે કાર્યરત કરવામાં આવ્યા છે અને MMTS (મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) ફેઝ – II પ્રોજેક્ટના ભાગરૂપે પૂર્ણ કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે, ફિરોઝગુડા, સુચિત્રા સેન્ટર, ભૂદેવી નગર, અમ્મુગુડા, નેરેડમેટ અને મૌલા અલી હાઉસિંગ બોર્ડ સ્ટેશનો પર છ નવી સ્ટેશન બિલ્ડીંગ બનાવવામાં આવી છે. ડબલીંગ અને ઇલેક્ટ્રિફિકેશનના કામથી આ વિભાગમાં પ્રથમ વખત પેસેન્જર ટ્રેનો શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. તે અન્ય અત્યંત સંતૃપ્ત વિભાગો પરના બોજને ઘટાડીને આ પ્રદેશમાં સમયની પાબંદી અને ટ્રેનોની એકંદર ઝડપને સુધારવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ ઘાટકેસર-લિંગમપલ્લીથી મૌલા અલી-સનથનગર થઈને ઉદઘાટન એમએમટીએસ ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન સેવા હૈદરાબાદ – સિકંદરાબાદ ટ્વીન સિટીના પ્રદેશોમાં લોકપ્રિય ઉપનગરીય ટ્રેન સેવાને પ્રથમ વખત નવા વિસ્તારોમાં વિસ્તારે છે. તે શહેરના પૂર્વ ભાગમાં ચેરલાપલ્લી અને મૌલા અલી જેવા નવા વિસ્તારોને જોડિયા શહેર વિસ્તારના પશ્ચિમ ભાગ સાથે જોડે છે. પૂર્વીયને જોડિયા શહેર વિસ્તારના પશ્ચિમ ભાગ સાથે જોડતો સલામત, ઝડપી અને આર્થિક માર્ગ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Justice Abhay Oka: પૂજા કરવાનું ટાળો, તેના બદલે બંધારણ સામે માથુ નમાવો… જાણો SC જજે આ ટિપ્પણી કયા મુદ્દે કરી?

વધુમાં, પ્રધાનમંત્રીએ ઈન્ડિયન ઓઈલ પારાદીપ-હૈદરાબાદ પ્રોડક્ટ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કર્યું. 4.5 MMTPAની ક્ષમતા ધરાવતી 1212 કિમી પ્રોડક્ટ પાઇપલાઇન ઓડિશા (329 કિમી), આંધ્ર પ્રદેશ (723 કિમી) અને તેલંગાણા (160 કિમી) રાજ્યોમાંથી પસાર થાય છે. પાઈપલાઈન પારાદીપ રિફાઈનરીથી વિશાખાપટ્ટનમ, અચ્યુતાપુરમ, વિજયવાડા (આંધ્રપ્રદેશમાં) અને હૈદરાબાદ (તેલંગાણામાં) નજીક મલકાપુર ખાતેના ડિલિવરી સ્ટેશનો સુધી પેટ્રોલિયમ ઉત્પાદનોના સલામત અને આર્થિક પરિવહનની ખાતરી કરશે.

પ્રધાનમંત્રીએ હૈદરાબાદમાં નાગરિક ઉડ્ડયન સંશોધન સંસ્થા (CARO) કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ (R&D) પ્રવૃત્તિઓને અપગ્રેડ કરવા અને વધારવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બેગમપેટ એરપોર્ટ, હૈદરાબાદ ખાતે તેની સ્થાપના કરવામાં આવી છે. સ્વદેશી અને નવીન ઉકેલો પ્રદાન કરવા માટે આંતરિક અને સહયોગી સંશોધન દ્વારા ઉડ્ડયન સમુદાય માટે વૈશ્વિક સંશોધન પ્લેટફોર્મ પ્રદાન કરવાની કલ્પના કરવામાં આવી છે.

રૂ. 350 કરોડથી વધુના ખર્ચે બનેલ, આ અત્યાધુનિક સુવિધા 5-સ્ટાર-ગ્રિહા રેટિંગ અને એનર્જી કન્ઝર્વેશન બિલ્ડીંગ કોડ (ECBC) ધોરણોનું પાલન કરે છે. CARO ભાવિ સંશોધન અને વિકાસ પહેલને ટેકો આપવા માટે વ્યાપક પ્રયોગશાળા ક્ષમતાઓના સમૂહનો ઉપયોગ કરશે. તે ઓપરેશનલ એનાલિસિસ અને પર્ફોર્મન્સ માપન માટે ડેટા એનાલિટિક્સ ક્ષમતાઓનો પણ લાભ લેશે. CAROમાં પ્રાથમિક R&D પ્રવૃત્તિઓમાં એરસ્પેસ અને એરપોર્ટ સંબંધિત સલામતી, ક્ષમતા અને કાર્યક્ષમતા સુધારણા કાર્યક્રમો, મુખ્ય એરસ્પેસ પડકારોને સંબોધવા, મુખ્ય એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારો પર ધ્યાન આપવું, અને ભવિષ્યની એરસ્પેસ અને એરપોર્ટ જરૂરિયાતો માટે ઓળખાયેલા ક્ષેત્રોમાં તકનીકો અને ઉત્પાદનોનો વિકાસ શામેલ હશે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version