News Continuous Bureau | Mumbai
PM Modi Jharkhand: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં હઝારીબાગમાં રૂ. 80,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, 40 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ)નું ઉદઘાટન કર્યું હતું અને 25 ઇએમઆરએસ માટે શિલારોપણ કર્યું હતું તથા પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમાન) હેઠળ વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઝારખંડની ( Jharkhand ) વિકાસલક્ષી સફરમાં સામેલ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને થોડાં દિવસો અગાઉ જમશેદપુરની મુલાકાતને યાદ કરીને સેંકડો કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝારખંડનાં હજારો ગરીબોને પાકા મકાનો સુપરત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. રૂ. 80,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં આદિવાસી સમુદાયોનાં ( Tribal communities ) સશક્તીકરણ અને કલ્યાણ સાથે સંબંધિત આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સરકારની આદિવાસી સમુદાયો પ્રત્યેની પ્રાથમિકતાનો પુરાવો છે. પ્રધાનમંત્રી મોદીએ આજની પરિયોજનાઓ માટે ઝારખંડ અને ભારતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.
મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પ્રસંગની નોંધ લેતા પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) જણાવ્યું હતું કે, તેમનું આદિજાતિ કલ્યાણ માટેનું વિઝન અને વિચારો ભારતની રાજધાની છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી માનતાં હતાં કે, ભારત ત્યારે જ પ્રગતિ કરી શકે છે, જ્યારે આદિવાસી સમાજો ઝડપથી પ્રગતિ કરે. શ્રી મોદીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, હાલની સરકાર આદિવાસી ઉત્થાન પર મહત્તમ ધ્યાન આપી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આજે ‘ધરતી આબા જનજાતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો શુભારંભ થશે, જેમાં આશરે રૂ. 80,000 કરોડનાં ખર્ચે આશરે 550 જિલ્લાઓમાં 63,000 આદિવાસી-પ્રભુત્વ ધરાવતાં ગામડાંઓનો વિકાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપતા કહ્યું કે, આદિવાસી ( Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan ) બહુમતી ધરાવતા આ ગામોમાં સામાજિક-આર્થિક જીવનને સુધારવા માટે કામ કરવામાં આવશે અને તેનો લાભ દેશના 5 કરોડથી વધુ આદિવાસી ભાઈ-બહેનો સુધી પહોંચશે. તેમણે ઉમેર્યું હતું કે, “ઝારખંડનાં આદિવાસી સમાજને પણ એનો મોટો લાભ થશે.”
झारखंड के चहुंमुखी विकास के लिए हम प्रतिबद्ध हैं। आज हजारीबाग में विभिन्न विकास योजनाओं का उद्घाटन और शिलान्यास कर उत्साहित हूं।https://t.co/iE9kR1IsRQ
— Narendra Modi (@narendramodi) October 2, 2024
પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાની ભૂમિ પરથી ધરતી આબા જનજાતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી હતી કે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર ઝારખંડમાં પ્રધાનમંત્રી જનમન યોજનાનો શુભારંભ થયો હતો. તેમણે જાહેરાત કરી હતી કે, 15 નવેમ્બર, 2024નાં રોજ જનજાતી ગૌરવ દિવસનાં રોજ ભારત પ્રધાનમંત્રી જનમન યોજનાની ( PM-JANMAN ) પ્રથમ વર્ષગાંઠ ઉજવશે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમ-જનમાન યોજના મારફતે વિકાસનાં ફળ દેશનાં એ આદિવાસી વિસ્તારો સુધી પહોંચી રહ્યાં છે, જે પાછળ રહી ગયાં છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પીએમ-જનમાન યોજના હેઠળ આજે આશરે રૂ. 1350 કરોડનાં મૂલ્યનાં વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ થયો હતો. આ યોજના વિશે વાત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અતિ પછાત આદિવાસી વિસ્તારોમાં વધુ સારા જીવન માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને માર્ગો જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra assembly polls: ગણતરીના દિવસ બાકી… વિધાનસભાનું બ્યુગલ નવરાત્રિ દરમિયાન જ વાગશે; આ તારીખે જાહેર થશે મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી..
ઝારખંડમાં પીએમ-જનમન યોજનાની તેના પ્રથમ વર્ષમાં જ મળેલી અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, અતિ પછાત 950થી વધારે ગામડાંઓમાં દરેક ઘરને પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ૩૫ વનધન વિકાસ કેન્દ્રોને પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ અંતરિયાળ આદિવાસી વિસ્તારોને મોબાઇલ કનેક્ટિવિટી સાથે જોડવા માટે થઈ રહેલાં કાર્યો પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે પ્રગતિ માટે સમાન તકો પ્રદાન કરીને આદિવાસી સમાજની કાયાપલટ કરવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે આદિવાસી યુવાનોને શિક્ષણ અને તકો મળશે, ત્યારે આદિવાસી સમાજ પ્રગતિ કરશે. આ માટે શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય નિવાસી શાળાઓનું નિર્માણ કરવાની ઝુંબેશમાં સંકળાયેલી છે. આજે 40 એકલવ્ય નિવાસી શાળાઓનું ઉદઘાટન અને 25 નવી શાળાઓનો શિલાન્યાસ કરીને પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, એકલવ્ય શાળાઓ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવી જોઈએ અને ઉચ્ચ ધોરણનું શિક્ષણ પ્રદાન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આ માટે સરકારે દરેક શાળાનું બજેટ પણ લગભગ બમણું કરી દીધું છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સાચાં પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે. આદિવાસી યુવાનો આગળ વધશે અને તેમની ક્ષમતાથી દેશને ફાયદો થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર અને આદિજાતિ બાબતોનાં મંત્રી શ્રી જુઆલ ઓરમ ઉપસ્થિત રહ્યાં હતાં.
પાર્શ્વ ભાગ
સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયોનો વ્યાપક અને સંપૂર્ણ વિકાસ સુનિશ્ચિત કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 80,000 કરોડથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન આશરે 63,000 ગામડાઓને આવરી લેશે, જેમાં 549 જિલ્લાઓ અને 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2,740 બ્લોક્સમાં 5 કરોડથી વધારે આદિવાસી લોકોને લાભ થશે. તેનો ઉદ્દેશ ભારત સરકારનાં વિવિધ 17 મંત્રાલયો અને વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા 25 હસ્તક્ષેપો મારફતે સામાજિક માળખાગત સુવિધા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આજીવિકામાં રહેલી મહત્ત્વપૂર્ણ ખામીઓને દૂર કરવાનો છે.
આદિવાસી સમુદાયો માટે શૈક્ષણિક માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીએ 40 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ)નું ઉદઘાટન કર્યું હતું અને રૂ. 2,800 કરોડથી વધારેની કિંમતની 25 ઇએમઆરએસ માટે શિલારોપણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) હેઠળ રૂ. 1360 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમાં 1380 કિમીથી વધુનો રસ્તો, 120 આંગણવાડીઓ, 250 બહુહેતુક કેન્દ્રો અને 10 શાળા છાત્રાલયોનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે પ્રધાનમંત્રી જનમન હેઠળ સીમાચિહ્નરૂપ સિદ્ધિઓની શ્રૃંખલાનું અનાવરણ પણ કર્યું હતું, જેમાં આશરે 3,000 ગામડાઓમાં 75,800થી વધારે ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) કુટુંબોનું વિદ્યુતીકરણ, 275 મોબાઇલ મેડિકલ એકમો કાર્યરત કરવા, 500 આંગણવાડી કેન્દ્રો કાર્યરત કરવા, 250 વન ધન વિકાસ કેન્દ્રોની સ્થાપના અને ‘નલ સે જલ’ સાથે 5,550થી વધારે પીવીટીજી ગામોની સંતૃપ્તિ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Express Train: અમદાવાદ મંડળ ના ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે લેવામાં આવશે બ્લોક, આ એક્સપ્રેસ ટ્રેનોને થશે અસર.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)