ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 600 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો છે. ગંગા એક્સપ્રેસ વે 36 હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. ગંગા એક્સપ્રેસ વે યૂપીના 12 જિલ્લાને જોડશે. ગંગા એક્સપ્રેસ વે મેરઠથી પ્રયાગરાજ સાથે સીધા જોડશે. ગંગા એક્સપ્રેસ વે 594 કિલોમીટર લાંબો હશે.
ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરતી વખતે પીએમ મોદીએ એક સભાને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે નવો નારો આપ્યો હતો કે, UP+YOGI =UPYOGI. તેમણે કહ્યુ હતુ કે, આપણે ત્યાં કેટલીક રાજકીય પાર્ટીઓ એવી છે જેમને દેશના વારસા સાથે અને વિકાસ સાથે પણ વાંધો છે. તેમને પોતાની વોટ બેન્કની ચિંતા વધારે હોય છે. આ રાજકીય પક્ષોને દેશના વિકાસ સામે વાંધો એટલા માટે છે કારણ કે ગરીબોની તેમના પરની નિર્ભરતા ઓછી થઈ રહી છે. તેમને ગંગાજીના સફાઈ અભિયાન સામે વાંધો છે. આ જ લોકો આતંકીઓ સામે સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા હોય છે. આ એ જ લોકો છે જે ભારતીય વૈજ્ઞાનિકો બનાવેલી કોરોના વેક્સીન પર સવાલ ઉઠાવતા હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા ગંગાને તમામ પ્રકારના સૌભાગ્યની સ્ત્રોત ગણાવતા કહ્યું કે આજે યુપીના સૌથી મોટા ગંગા એક્સપ્રેસ વે પર કામ શરૂ થઈ રહ્યું છે. માતા ગંગા બધાં સુખ આપે છે અને આપણું દુઃખ દૂર કરે છે. એ જ રીતે ગંગા એક્સપ્રેસ વે યુપી માટે પ્રગતિના નવા દરવાજા ખોલશે. આ પ્રોજેક્ટથી નવી નોકરીઓનું સર્જન થશે. વસ્તીની સાથે યુપી ક્ષેત્રફળમાં પણ મોટું છે. ડબલ એન્જિન સરકાર આટલા મોટા યુપીને ચલાવવા માટે જરૂરી તાકાત બતાવી રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ઉત્તરપ્રદેશને સૌથી આધુનિક રાજ્ય તરીકે ઓળખવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસ વેનું નેટવર્ક પથરાવાથી ઘણા ફાયદા થશે. આ એક્સપ્રેસ વે માત્ર પૂર્વ અને પશ્ચિમ યુપીને જ નહીં જોડે, પરંતુ દિલ્હીથી બિહાર જતા લોકો માટે પણ સરળ બનશે. ગંગા એક્સપ્રેસ વેના નિર્માણથી અહીં અનેક ઉદ્યોગો આવશે. ગંગા એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ, વેપાર, કૃષિ, પર્યટન વગેરે ક્ષેત્રોને પ્રોત્સાહન આપશે. આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસને પણ વેગ આપશે. નાના ઉદ્યોગો ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે. અગાઉ, મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવતા હતા કારણ કે તેઓ તેમની તિજોરી ભરી શકે છે. પણ હવે ખરો અર્થ વિકાસ છે. હવે જનતાના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય છે. ડબલ એન્જિન સરકારથી યુપીની શક્તિ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે 600 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વે પર 36,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ એક્સપ્રેસ-વે દેશનો બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. આ એક્સપ્રેસ વે મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાઉન, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજમાંથી પસાર થશે.
કાપડ ઉદ્યોગને મળશે નવજીવન? પિયુષ ગોયલે વેપારીઓને GST વધારો રદ કરવાનું આપ્યું આશ્વાસન. જાણો વિગત.