News Continuous Bureau | Mumbai
PM Modi Madhya Pradesh Visit :
- પ્રધાનમંત્રી ક્ષિપ્રા નદી પર 860 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ઘાટ નિર્માણ કાર્યનો શિલાન્યાસ કરશે
- પ્રધાનમંત્રી પ્રદેશમાં છેલ્લા માઇલ સુધી હવાઈ જોડાણને વેગ આપવા માટે દતિયા અને સતના એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
- પ્રધાનમંત્રી ઇન્દોર મેટ્રોની યલો લાઇનના સુપર પ્રાયોરિટી કોરિડોર પર મુસાફરોની સેવાઓનું પણ ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ સવારે 11:15 વાગ્યે ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપશે. તેઓ ભોપાલમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપશે. તેઓ લોકમાતા દેવી અહિલ્યાબાઈને સમર્પિત એક સ્મારક ટપાલ ટિકિટ અને એક ખાસ સિક્કો પણ બહાર પાડશે. 300 રૂપિયાના સિક્કામાં અહિલ્યાબાઈ હોલકરનું ચિત્ર હશે. પ્રધાનમંત્રી આદિવાસી, લોક અને પરંપરાગત કલામાં યોગદાન બદલ મહિલા કલાકારને રાષ્ટ્રીય દેવી અહિલ્યાબાઈ પુરસ્કાર પણ અર્પણ કરશે. પ્રધાનમંત્રી ઉજ્જૈનમાં આગામી સિંહસ્થ મહાકુંભ 2028 સંબંધિત ક્ષિપ્રા નદી પર 860 કરોડ રૂપિયાથી વધુના ઘાટ બાંધકામના કાર્યોનો શિલાન્યાસ કરશે. નદીઓના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે બેરેજ, સ્ટોપ ડેમ અને વેન્ટેડ કોઝવે જેવા વિવિધ માળખા પણ બનાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Odisha Chief Engineer Raid : ઓડિશામાં સરકારી ઇજનેરના ઘરે પડી રેડ, ડરના માર્યા બારીમાંથી ફેંકવા લાગ્યો નોટોના બંડલ..
છેલ્લા માઇલ સુધી હવાઈ જોડાણને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી દતિયા અને સતના એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, જેનાથી વિંધ્ય ક્ષેત્રમાં ઉદ્યોગ, પર્યટન, શિક્ષણ અને આરોગ્યસંભાળ માટે નવી તકો ખુલશે. શહેરોમાં મુસાફરી માળખાગત સુવિધા સુધારવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી ઇન્દોર મેટ્રોની યલો લાઇનના સુપર પ્રાયોરિટી કોરિડોર પર મુસાફરોની સેવાઓનું ઉદ્ઘાટન કરશે. આનાથી મુસાફરોને આરામદાયક મુસાફરી પૂરી પાડતી વખતે ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી 480 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 1,271 અટલ ગ્રામ સુશાસન ભવનોના નિર્માણ માટે પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ ઇમારતો ગ્રામ પંચાયતોને કાયમી માળખાગત સુવિધા પૂરી પાડશે, જે તેમને વહીવટી કાર્યનું સંચાલન કરવામાં, બેઠકો યોજવામાં અને રેકોર્ડને વધુ કાર્યક્ષમ રીતે જાળવવામાં મદદ કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.