PM Modi Madhya Pradesh Visit : PM મોદી આવતીકાલે લેશે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત, વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ

PM Modi Madhya Pradesh Visit : પ્રધાનમંત્રી વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. માળખાગત વિકાસ, ખાસ કરીને વારાણસીમાં રોડ કનેક્ટિવિટી વધારવા માટેની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ તેઓ આ વિસ્તારમાં વિવિધ માર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે.

by kalpana Verat
PM Modi Madhya Pradesh Visit PM Modi to visit Anandpur Dham in MP on April 11

News Continuous Bureau | Mumbai 

PM Modi Madhya Pradesh Visit : 

  • પ્રધાનમંત્રી વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
  • પ્રોજેક્ટ્સનું ખાસ ધ્યાન: માર્ગ, વીજળી, શિક્ષણ, પર્યટન
  • પ્રધાનમંત્રી નવી નોંધાયેલી સ્થાનિક વસ્તુઓ અને ઉત્પાદનોને ભૌગોલિક સંકેત (GI) પ્રમાણપત્રો રજૂ કરશે
  • પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના ઇસાગઢમાં ગુરુજી મહારાજ મંદિરમાં દર્શન અને પૂજા કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલનાં રોજ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ વારાણસીનો પ્રવાસ ખેડશે અને સવારે 11 વાગ્યે તેઓ રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.

ત્યારબાદ તેઓ મધ્ય પ્રદેશનો પ્રવાસ કરશે અને બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ ઇસાગઢના ગુરુજી મહારાજ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. ઉપરાંત સાંજે 4:15 વાગ્યે આનંદપુર ધામ ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરશે.

PM Modi Madhya Pradesh Visit :  પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાં

પ્રધાનમંત્રી વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. માળખાગત વિકાસ, ખાસ કરીને વારાણસીમાં રોડ કનેક્ટિવિટી વધારવા માટેની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ તેઓ આ વિસ્તારમાં વિવિધ માર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત તેઓ વારાણસી રિંગ રોડ અને સારનાથ વચ્ચે રોડ પુલ, શહેરનાં ભીખારીપુર અને માંડુઆડીહ ક્રોસિંગ પર ફ્લાયઓવર અને વારાણસી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એનએચ-31 પર રૂ. 980 કરોડથી વધારેનાં મૂલ્યનાં હાઇવે અંડરપાસ રોડ ટનલનું ભૂમિપૂજન કરશે.

વીજળીની માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી વારાણસી ડિવિઝનનાં જૌનપુર, ચંદૌલી અને ગાઝીપુર જિલ્લાની રૂ. 1,045 કરોડનાં મૂલ્યનાં બે 400 કેવી અને એક 220 કેવી ટ્રાન્સમિશન સબસ્ટેશન અને તેની સાથે સંકળાયેલી ટ્રાન્સમિશન લાઇનનું ઉદઘાટન કરશે. તેઓ વારાણસીનાં ચૌકાઘાટમાં 220 કેવી ટ્રાન્સમિશન સબસ્ટેશન, ગાઝીપુરમાં 132 કેવી ટ્રાન્સમિશન સબસ્ટેશન અને રૂ. 775 કરોડથી વધારેનાં મૂલ્યની વારાણસી શહેરની વીજળી વિતરણ વ્યવસ્થાનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી સુરક્ષા કર્મચારીઓ માટે સુવિધાઓ વધારવા માટે પોલીસ લાઇન પર ટ્રાન્ઝિટ હોસ્ટેલ અને પીએસી રામનગર પરિસરમાં બેરેકનું ઉદઘાટન કરશે. તેઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નવી વહીવટી ઇમારતો અને પોલીસ લાઇનમાં રહેણાંક છાત્રાલયનો શિલાન્યાસ પણ કરશે.

તમામ માટે શિક્ષણ સુનિશ્ચિત કરવાનાં પોતાનાં વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રી પિન્દ્રમાં સરકારી પોલિટેકનિક કોલેજ, બરકી ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ સરકારી કોલેજ, 356 ગ્રામીણ પુસ્તકાલયો અને 100 આંગણવાડી કેન્દ્રો સહિત વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. તેઓ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 77 પ્રાથમિક શાળાઓની ઇમારતોના નવીનીકરણ અને વારાણસીના ચોલાપુરમાં કસ્તુરબા ગાંધી સ્કૂલ માટે નવી ઇમારતના નિર્માણ માટે શિલારોપણ પણ કરશે. શહેરમાં રમતગમતની માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રી ઉદય પ્રતાપ કોલેજ ખાતે ફ્લડલાઇટ અને પ્રેક્ષક ગેલેરી અને શિવપુરમાં મિનિ સ્ટેડિયમ સાથે સિન્થેટિક હોકી ટર્ફનો શિલાન્યાસ કરશે.

આ સમાચાર પણ વાંચો : Surat New Civil Hospital : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૧મીએ સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૩૫૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાશે

પ્રધાનમંત્રી ગંગા નદી પર સામને ઘાટ અને શાસ્ત્રી ઘાટના પુનર્વિકાસ, રૂ. 345 કરોડથી વધારેનાં જળ જીવન મિશન અંતર્ગત 130 ગ્રામીણ પેયજલનાં પાણીની યોજનાઓ, વારાણસીનાં છ મ્યુનિસિપલ વોર્ડમાં સુધારો અને વારાણસીનાં વિવિધ સ્થળો પર લેન્ડસ્કેપિંગ અને શિલ્પ સ્થાપિતોનું ઉદઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી કારીગરો માટે એમએસએમઇ એકતા મોલ, મોહનસરાયમાં પરિવહન નગર યોજનાનાં માળખાગત વિકાસનાં કાર્યો, ડબલ્યુટીપી ભેલુપુરમાં 1 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ, 40 ગ્રામ- પંચાયતોમાં કોમ્યુનિટી હોલ અને વારાણસીમાં વિવિધ પાર્કનાં બ્યુટિફિકેશનનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પ્રથમ વખત લાભ પાઠવવા માટે આયુષ્માન વય વંદના કાર્ડ પણ એનાયત કરશે. તેઓ તબલા, પેઇન્ટિંગ, થંડાઇ, તિરંગા બરફી સહિતની વિવિધ સ્થાનિક ચીજવસ્તુઓ અને ઉત્પાદનોને ભૌગોલિક સંકેત (જીઆઇ) પ્રમાણપત્રો એનાયત કરશે. તે બનાસ ડેરી સાથે સંકળાયેલા ઉત્તર પ્રદેશના દૂધ સપ્લાયર્સને 105 કરોડ રૂપિયાથી વધુનું બોનસ પણ ટ્રાન્સફર કરશે.

PM Modi Madhya Pradesh Visit :  પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં

ભારતનાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને આગળ વધારવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં અશોકનગર જિલ્લામાં ઇસાગઢ તાલુકામાં આનંદપુર ધામની મુલાકાત લેશે. તેઓ ગુરુજી મહારાજ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. તેઓ આનંદપુર ધામ ખાતે મંદિર સંકુલની પણ મુલાકાત લેશે.

આધ્યાત્મિક અને પરોપકારી હેતુઓ માટે આનંદપુર ધામની સ્થાપના કરવામાં આવી છે. 315 હેક્ટરમાં ફેલાયેલી આ સંસ્થા 500થી વધુ ગાયો ધરાવતી આધુનિક ગૌશાળા ધરાવે છે અને શ્રી આનંદપુર ટ્રસ્ટ કેમ્પસ હેઠળ કૃષિ પ્રવૃત્તિઓ ચલાવે છે. આ ટ્રસ્ટ દ્વારા સુખપુર ગામમાં ચેરિટેબલ હોસ્પિટલ, સુખપુર અને આનંદપુરની શાળાઓ તથા દેશભરમાં વિવિધ સત્સંગ કેન્દ્રો કાર્યરત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More