Site icon

પીએમ મોદી કેવડિયા ખાતે સી પ્લેન એરોડ્રામનું ઉદ્ઘાટન કરી શકે છે.. તકેદારી રૂપે મગરોને પકડવામાં આવ્યાં…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ 

Join Our WhatsApp Community

29 ઓગસ્ટ 2020 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી ગુજરાત પ્રવાસના અહેવાલો વહેતા થયા છે. અને આ વખતે તેઓ મહત્વકાંક્ષી સી-પ્લેન સેવાનું ઉદઘાટન કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. મળતાં સમાચારો મુજબ વડાપ્રધાન મોદી 31મી ઓક્ટોબર,2020ના રોજ ગુજરાત પ્રવાસે આવી શકે છે. તારીખ 31મી ઓક્ટોબર એટલે નક્કી કરવામાં આવી છે કારણકે, તે દિવસે લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે પ્રવાસીઓના આકર્ષણ માટે હવે પ્લેનની પણ સુવિધા વધારવા નક્કી કરી દેવામાં આવ્યુ છે. 

આથી જ પીએમ તે દિવસે સૌથી ઊંચા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" ખાતે જઇ શકે છે. આગામી ઓક્ટોબરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને ત્રણ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે દરમિયાન તેઓ ત્યાંથી મહત્વકાંક્ષી સી-પ્લેન સેવાનું પણ ઉદઘાટન કરી શકે છે. હમણાં પ્રારંભિક ધોરણે ગુજરાતમાં કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેન સેવાની શરૂઆત કરવાની યોજના છે. બાદ શેત્રુંજય ડેમ, ધરોઇ ખાતે પણ સી-પ્લેન સેવા શરૂ કરવાની યોજના બનાવાશે એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. 

'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી માટે પીએમ મોદી કેવડીયા કોલોની આવશે ત્યારે તળાવ નંબર ત્રણમાં વિહરતા 108 મગરોને પકડી સરદાર સરોવરમાં છોડી દેવાયા છે. આ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ ઠેકાણે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. 31 મી ઓકટોબર સુધીમાં તમામ મગરોને પકડીને બીજા સ્થળે ખસેડવામાં આવશે કેમકે આ દિવસે વડાપ્રધાન સી પ્લેન નું ઉદ્ઘાટન કરવાના છે અને આ પ્લેન દ્વારા મગરોને કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારીના ભાગરૂપે મગરોને પકડવામાં આવી રહ્યા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version