ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 ઓક્ટોબર 2020
આજે વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. એરપોર્ટથી મોદી સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી. હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી . ત્યાર બાદ તેઓ ગાંધીનગર કેવડિયા પહોચ્યા હતાં, જ્યાં વિવિધ 17 પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યુ.
કેશુબાપાનાં દીકરી સોનલબેનએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અમારા ઘરે પરિવારના વડીલની જેમ સાથે બેઠા હતા. બાપાની અંતિમ ક્ષણ અંગે પૂછ્યું હતું. માંદગી દરમિયાન પણ મોદી સતત ખબર પૂછતા રહેતા હતા.
ગુજરાતી અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમારા ઘરે પધાર્યા , અમને સાંત્વના અને હિંમત આપી ત્યારે તેમણે એક વાક્ય કહ્યું કે 'અદભુત જોડી અને બન્ને ભાઈ અમર થઇ ગયા.' આ વાક્ય અમારા કુટુંબ માટે અને સમગ્ર ગુજરાત માટે ઉમદા વાક્ય છે કે બન્ને ભાઈ અમર થઇ ગયા. આપ જોશો તો છબીની અંદર જન્મ કે મરણ તિથિ લખતા હોય છે, પણ અમે એ તારીખો લખી નથી, કારણ કે મહેશભાઈ અને નરેશભાઈ ખરેખર અમર થઇ ગયા છે.
શ્રધાંજલિ આપ્યા બાદ કેવડીયામાં સરદાર પટેલના સ્ટેચ્યૂં ઓફ યુનિટી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. મોદીએ અહીં 17 એકરમાં ફેલાયેલા જંગલ સફારી, સમુ એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રીશયન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડનની મુલાકાત કરી હતી. અહીં બનેલો સફારી પાર્ક અને અન્ય પાર્ક ગુજરાતને વૈશ્વિક ફલક પર પહોંચાડશે, પ્રવાસીઓની સંખ્યાં પણ વધશે તે નક્કિ છે, એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને 17 એકરમાં ફેલાયેલા સફારી પાર્કમાં 380 પ્રજાતિના 5 લાખ વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. જેમાં આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમાં ગાર્ડન, કમળ સહિતની વનસ્પતિ ઉછેરવામાં આવી છે. આ ઉપરાંત આ પાર્કમાં એક તળાવ પણ છે.
મોદી આવતીકાલે કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનની સેવાનું ઉદ્ઘઘાટન કરશે. ત્યાંથી તેઓ સી પ્લેનમાં અમદાવાદ આવશે. આમ જુદા જુદા અનેક પ્રોજેક્ટનું મોદીના હસ્તી ઉદ્ઘાટન થઇ રહ્યું છે.. ત્યારબાદ તેઓ દિલ્હી રવાના થઈ જશે..