Site icon

PM Modi : PM મોદીએ દક્ષિણ ભારતના આ રાજ્યમાં અધધ રૂ. 4,000 કરોડથી વધારેનાં મૂલ્યની માળખાગત પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી..

અમૃત કાલ દરમિયાન ભારતને 'વિકસિત ભારત' બનાવવાની યાત્રામાં દરેક રાજ્યની ભૂમિકા પર ભાર મૂકવો. પ્રધાનમંત્રી મોદીએ અગાઉનાં સમયમાં ભારતની અગાઉની સમૃદ્ધિમાં બંદરોની ભૂમિકાને યાદ કરી હતી અને અત્યારે જ્યારે ભારત નવી હરણફાળ ભરી રહ્યું છે અને વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે બંદરો માટે સમાન ભૂમિકાની કલ્પના કરી હતી.

PM Modi launches infrastructure projects worth ₹4,000 crore in Kerala

PM Modi launches infrastructure projects worth ₹4,000 crore in Kerala

News Continuous Bureau | Mumbai

PM Modi :

Join Our WhatsApp Community
  • “આજે, જ્યારે ભારત વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અમે દેશની દરિયાઇ શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ”
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બંદરો, શિપિંગ અને આંતરિક જળમાર્ગોનાં ક્ષેત્રોમાં ‘વેપાર-વાણિજ્યની સરળતા’ને વધારવા માટે છેલ્લાં 10 વર્ષમાં ઘણાં સુધારા કરવામાં આવ્યા છે
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ વૈશ્વિક વેપારમાં ભારતની સંભવિતતા અને સ્થિતિને ઓળખી રહ્યું છે”
  • “મેરિટાઇમ અમૃત કાલ વિઝન વિકસિત ભારત માટે ભારતની દરિયાઇ ક્ષમતાને મજબૂત કરવા માટે એક રોડમેપ પ્રસ્તુત કરે છે”
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કોચી ખાતે નવું ડ્રાય ડોક ભારતનું રાષ્ટ્રીય ગૌરવ છે”
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કોચી શિપયાર્ડ દેશનાં શહેરોમાં આધુનિક અને ગ્રીન વોટર કનેક્ટિવિટીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં રૂ. 4,000 કરોડથી વધારે મૂલ્યનાં ત્રણ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. આજે જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ) ખાતે ન્યૂ ડ્રાય ડોક (એનડીડી), સીએસએલની ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (આઇએસઆરએફ) અને કોચીનાં પુથુવીપીનમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ સામેલ છે. આ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સ ભારતનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગોનાં ક્ષેત્રમાં પરિવર્તન લાવવા તથા તેમાં ક્ષમતા અને સ્વનિર્ભરતાનું નિર્માણ કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ છે.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આજે સવારે મંદિરમાં ભગવાન ગુરુવયુરપ્પનનાં દર્શન કરવા વિશે વાત કરી હતી. તેમણે તાજેતરમાં અયોધ્યા ધામમાં મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં ઉદઘાટન પ્રસંગે પોતાનાં ભાષણમાં રામાયણ સાથે સંકળાયેલા કેરળનાં પવિત્ર મંદિરોનાં ઉલ્લેખને પણ યાદ કર્યો હતો. તેમણે અયોધ્યા ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાના થોડા દિવસો પહેલા જ રામાસ્વામી મંદિરમાં દર્શન કરી શકવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આજે સવારે કેરળના કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિથી કેરળમાં અવધ પુરીની અનુભૂતિ થઈ.

અમૃત કાલ દરમિયાન ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાની યાત્રામાં દરેક રાજ્યની ભૂમિકા પર ભાર મૂકવો. પ્રધાનમંત્રી મોદીએ અગાઉનાં સમયમાં ભારતની અગાઉની સમૃદ્ધિમાં બંદરોની ભૂમિકાને યાદ કરી હતી અને અત્યારે જ્યારે ભારત નવી હરણફાળ ભરી રહ્યું છે અને વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે બંદરો માટે સમાન ભૂમિકાની કલ્પના કરી હતી. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર કોચી જેવા બંદરીય શહેરોની તાકાત વધારવા માટે સંકળાયેલી છે. તેમણે બંદરની ક્ષમતામાં વધારો, બંદરની માળખાગત સુવિધામાં રોકાણ અને સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ બંદરોની કનેક્ટિવિટીમાં સુધારો કરવાની યાદી આપી હતી.

તેમણે દેશની સૌથી મોટી ડ્રાય ડોકનો ઉલ્લેખ કર્યો હતો, જે કોચીને આજે પ્રાપ્ત થયું હતું. શિપબિલ્ડિંગ, શિપ રિપેરિંગ અને એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ જેવા અન્ય પ્રોજેક્ટ્સ પણ કેરળ અને દેશના દક્ષિણ વિસ્તારમાં વિકાસને વેગ આપશે. તેમણે કોચી શિપયાર્ડ સાથે ‘મેડ ઇન ઇન્ડિયા’ એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંતના નિર્માણના સન્માનની પણ નોંધ લીધી હતી. નવી સુવિધાઓથી ઘણી વખત શિપયાર્ડની ક્ષમતામાં વધારો થશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai : ગિરગામ ચોપાટી ખાતે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં હસ્તે લાઇટ અને સાઉન્ડ શોનો પ્રારંભ

પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગનાં ક્ષેત્રમાં થયેલા સુધારા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી ભારતનાં બંદરોમાં નવું રોકાણ થયું છે અને રોજગારીની નવી તકોનું સર્જન થયું છે. તેમણે માહિતી આપી હતી કે ભારતીય નાવિકો સાથે સંબંધિત નિયમોમાં સુધારાને કારણે દેશમાં નાવિકોની સંખ્યામાં 140 ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રીએ દેશની અંદર આંતરિક જળમાર્ગોનો ઉપયોગ કરીને પેસેન્જર અને કાર્ગો પરિવહનને મોટું પ્રોત્સાહન મળ્યું હોવાનું જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સબ કા પ્રયાસોથી વધુ સારા પરિણામો મળે છે.” પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતીય બંદરોએ છેલ્લાં 10 વર્ષમાં બે આંકડામાં વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે 10 વર્ષ અગાઉ સુધી જહાજોને બંદરો પર લાંબી રાહ જોવી પડતી હતી અને અનલોડિંગમાં ઘણો લાંબો સમય લાગ્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આજે સ્થિતિ બદલાઈ ગઈ છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે જહાજ બદલવાના સમયની વાત આવે છે, ત્યારે ભારતે ઘણાં વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે.

પીએમ મોદીએ મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર અંગે ભારતના જી-20 પ્રેસિડેન્સી દરમિયાન કરવામાં આવેલી સમજૂતીઓ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, “વિશ્વ વૈશ્વિક વેપારમાં ભારતની સંભવિતતા અને સ્થિતિને ઓળખી રહ્યું છે.” શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર ભારતનાં દરિયાકિનારાનાં અર્થતંત્રને વેગ આપીને વિક્સિત ભારતનાં નિર્માણને વધારે મજબૂત કરશે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં લોંચ થયેલા મેરિટાઇમ અમૃત કાલ વિઝનની પણ ચર્ચા કરી હતી, જે વિકસિત ભારત માટે ભારતની દરિયાઈ ક્ષમતાને મજબૂત કરવા માટેનો રોડમેપ પ્રસ્તુત કરે છે. તેમણે દેશમાં મેગા પોર્ટ, શિપબિલ્ડિંગ અને શિપ-રિપેરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાના સરકારના પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે નવી ડ્રાય ડોક એ ભારતનું રાષ્ટ્રીય ગૌરવ છે. આનાથી મોટા જહાજોને માત્ર લાંગરવામાં જ સક્ષમ નહીં થાય, પરંતુ અહીં શિપબિલ્ડિંગ અને શિપ રિપેરિંગનું કામ પણ શક્ય બનશે, જેનાથી વિદેશી દેશો પરની નિર્ભરતા ઓછી થશે અને વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.

ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટીના ઉદઘાટનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી કોચી ભારત અને એશિયાનું સૌથી મોટું શિપ રિપેર સેન્ટર બનશે. આઇએનએસ વિક્રાંતનાં ઉત્પાદનમાં અનેક એમએસએમઇ એકમંચ પર આવવાની સમાનતાને રેખાંકિત કરીને પ્રધાનમંત્રીએ આ પ્રકારની વિશાળ જહાજનિર્માણ અને રિપેર સુવિધાઓનાં ઉદઘાટન સાથે એમએસએમઇની નવી ઇકોસિસ્ટમ ઊભી કરવામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નવું એલપીજી આયાત ટર્મિનલ કોચી, કોઇમ્બતુર, ઇરોડ, સાલેમ, કાલિકટ, મદુરાઇ અને ત્રિચીની એલપીજીની જરૂરિયાતો પૂર્ણ કરશે, ત્યારે ઉદ્યોગો, અન્ય આર્થિક વિકાસ પ્રવૃત્તિઓ અને આ વિસ્તારોમાં નવી રોજગારીનાં સર્જનને પણ ટેકો આપશે.

પ્રધાનમંત્રીએ કોચી શિપયાર્ડની ગ્રીન ટેકનોલોજીની ક્ષમતા અને ‘મેક ઇન ઇન્ડિયા’ જહાજોનાં નિર્માણમાં પ્રાથમિકતાની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ કોચી વોટર મેટ્રો માટે બનાવવામાં આવેલા ઇલેક્ટ્રિક જહાજોની પણ પ્રશંસા કરી હતી. અહીં અયોધ્યા, વારાણસી, મથુરા અને ગુવાહાટી માટે ઇલેક્ટ્રિક હાઇબ્રિડ પેસેન્જર ફેરી બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, “કોચી શિપયાર્ડ દેશનાં શહેરોમાં આધુનિક અને ગ્રીન વોટર કનેક્ટિવિટીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” તેમણે નોર્વે માટે શૂન્ય-ઉત્સર્જન ઇલેક્ટ્રિક કાર્ગો ફેરી બનાવવાનો અને વિશ્વના પ્રથમ હાઇડ્રોજન-ઇંધણવાળા ફીડર કન્ટેનર જહાજ પર ચાલી રહેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કોચી શિપયાર્ડ ભારતને હાઇડ્રોજન ઇંધણ-આધારિત પરિવહન તરફ લઈ જવાના અમારા અભિયાનને વધુ મજબૂત કરી રહ્યું છે. મને વિશ્વાસ છે કે ખૂબ જ ટૂંક સમયમાં દેશને સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ફેરી પણ મળશે.”

પ્રધાનમંત્રીએ બ્લૂ ઇકોનોમી અને બંદર-સંચાલિત વિકાસમાં માછીમાર સમુદાયની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ છેલ્લાં 10 વર્ષમાં માછલીનાં ઉત્પાદન અને નિકાસમાં થયેલા અનેકગણા વધારાનો શ્રેય પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવા માળખાગત પ્રોજેક્ટ્સ વિકસાવવા, કેન્દ્ર સરકાર દ્વારા આધુનિક હોડીઓ માટે પ્રદાન કરવામાં આવેલી સબસિડી, દરિયામાં ઊંડા દરિયામાં માછીમારી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી સબસિડી અને ખેડૂતોની જેમ માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડનો શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકાર સીફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ભારતનાં પ્રદાનને પ્રોત્સાહન આપી રહી છે, જેનાં પરિણામે માછીમારોની આવકમાં મોટો વધારો થશે અને તેમનાં જીવનને સરળ બનાવશે. પ્રધાનમંત્રીએ સમાપનમાં કેરળનાં ઝડપી વિકાસ માટે શુભેચ્છા પાઠવી હતી અને નવા માળખાગત પ્રોજેક્ટ્સ માટે નાગરિકોને અભિનંદન આપ્યાં હતાં.

આ પ્રસંગે કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાઈ વિજયન, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પાશ્વ ભાગMumbai : ગિરગામ ચોપાટી ખાતે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં હસ્તે લાઇટ અને સાઉન્ડ શોનો પ્રારંભ

કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ), કોચીના હાલના પરિસરમાં આશરે રૂ. 1,800 કરોડના ખર્ચે નિર્મિત ન્યૂ ડ્રાય ડોક એક ફ્લેગશિપ પ્રોજેક્ટ છે, જે ન્યૂ ઇન્ડિયાની એન્જિનિયરિંગ કુશળતાને પ્રતિબિંબિત કરે છે. 75/60 મીટરની પહોળાઈ, 13 મીટરની ઊંડાઈ અને 9.5 મીટર સુધીના ડ્રાફ્ટ સાથેની આ એક પ્રકારની 310 મીટર લાંબી પગથિયાંવાળી સૂકી ગોદી, આ ક્ષેત્રના સૌથી મોટા દરિયાઈ માળખાઓમાંનું એક છે. ન્યૂ ડ્રાય ડોક પ્રોજેક્ટમાં ભારે ગ્રાઉન્ડ લોડિંગની સુવિધા આપવામાં આવી છે, જે ભારતને 70,000ટી સુધીના ભવિષ્યના એરક્રાફ્ટ કેરિયર્સ તેમજ મોટા વાણિજ્યિક જહાજો જેવી વ્યૂહાત્મક અસ્કયામતોનું સંચાલન કરવાની અદ્યતન ક્ષમતા સાથે સ્થાપિત કરશે, જેથી કટોકટીની રાષ્ટ્રીય જરૂરિયાતો માટે વિદેશી રાષ્ટ્રો પર ભારતની નિર્ભરતા દૂર થશે.

આશરે 970 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (આઇએસઆરએફ) પ્રોજેક્ટમાં 6000ટીની ક્ષમતા ધરાવતી શિપ લિફ્ટ સિસ્ટમ, ટ્રાન્સફર સિસ્ટમ, છ વર્કસ્ટેશન અને અંદાજે 1,400 મીટરની બર્થ છે, જેમાં એક સાથે 130 મીટર લંબાઇના 7 જહાજોને સમાવી શકાય છે. આઈએસઆરએફ સીએસએલની હાલની જહાજ રિપેર ક્ષમતાઓનું આધુનિકીકરણ અને વિસ્તરણ કરશે તથા કોચીને વૈશ્વિક જહાજ રિપેર હબમાં પરિવર્તિત કરવાની દિશામાં એક પગલું હશે.

કોચીના પુથુવીપીન ખાતે ઇન્ડિયન ઓઇલનું એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ આશરે રૂ. 1,236 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જે અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. 15400 એમટીની સંગ્રહ ક્ષમતા સાથે આ ટર્મિનલ આ વિસ્તારમાં લાખો પરિવારો અને વ્યવસાયો માટે એલપીજીનો સતત પુરવઠો સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટ તમામ માટે સુલભ અને વાજબી ઊર્જા સુનિશ્ચિત કરવાની દિશામાં ભારતનાં પ્રયાસોને વધારે મજબૂત કરશે.

આ 3 પ્રોજેક્ટ શરૂ થવાથી દેશની જહાજનિર્માણ અને સમારકામની ક્ષમતા અને આનુષંગિક ઉદ્યોગો સહિત ઊર્જા માળખાગત સુવિધાઓના વિકાસને વેગ મળશે. આ પ્રોજેક્ટ્સ એક્ઝિમ વેપારને પણ પ્રોત્સાહન આપશે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે, આર્થિક વૃદ્ધિને વેગ આપશે, આત્મનિર્ભરતાનું નિર્માણ કરશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપારની અસંખ્ય તકોનું સર્જન કરશે.

 

 

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Eknath Shinde: એકનાથ શિંદેનું મોટું નિવેદન: વિપક્ષની ‘સત્ય માર્ચ’થી કોઈ અસર નહીં થાય, વોટ એજન્ડા પર મળશે.
Exit mobile version