ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(શુક્રવારે) ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. પીએમ મોદીએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસના ઉદ્ઘાટન દરમિયાન સંબોધનની શરૂઆત 'જય સોમનાથ'થી કરી હતી.
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ભગવાન સોમનાથની પૂજામાં આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – भक्तिप्रदानाय कृतावतारं तं सोमनाथं शरणं प्रपद्ये એટલે કે ભગવાન સોમનાથની કૃપા અવતીરણ હોય છે. હું આ વિકાસ કાર્યને દાદાની કૃપા માનું છું. થોડા સમય પહેલા અહીં અનેક વિવિધ વિકાસ કામના લોકાર્પણ થયા હતા. મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે. જે સંજોગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો તે બંનેમાં આપણા માટે મોટો સંદેશ છે.
પીએમએ કહ્યું કે દર વર્ષે લગભગ એક કરોડ શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શનાર્થે વિવિધ રાજ્યો, દેશના વિવિધ ખૂણાઓ અને વિશ્વમાંથી આવે છે. જ્યારે આ ભક્તો અહીંથી પાછા જાય છે, ત્યારે તેઓ પોતાની સાથે ઘણા નવા અનુભવો, ઘણા નવા વિચારો અને નવી વિચારસરણી લઈને જાય છે.
લોકલ ટ્રેનના પ્રવાસને લઈને મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો; જાણો વિગત
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, છેલ્લા 7 વર્ષમાં દેશે પર્યટનની ક્ષમતાને સાકાર કરવા માટે સતત કામ કર્યું છે. આજે પ્રવાસન કેન્દ્રોનો આ વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ નથી, પરંતુ તે જનભાગીદારીનું અભિયાન છે. દેશના વિરાસત સ્થળો, આપણા સાંસ્કૃતિક વારસાનો વિકાસ એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. સોમનાથ મંદિર ટ્રસ્ટે જે રીતે કોરોનાના સમયમાં યાત્રિકોની કાળજી લીધી, સમાજની જવાબદારી નિભાવી, તેમાં આ વિચાર 'જીવ એ શિવ છે' દેખાય છે. યાત્રાળુઓને સર્કિટહાઉસમાંથી સમુદ્ર કિનારો અને સોમનાથ મંદિરના દર્શન પણ થશે. આવનાર સમયમાં સોમનાથ એક ટુરિસ્ટ પોઇન્ટ બની જશે. આ સાથે જ સરકારને સોમનાથ વિકાસ મામલે અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ વોકલ ફોર લોકલ થવા ભાર મુક્તા કહ્યું કે, 'મારા માટે વોકલ ફોર લોકલમાં પ્રવાસન પણ આવે છે. તેમણે તે પણ જણાવ્યુ કે, વિદેશ જવાનું પ્લાનિંગ કરતા પહેલા પરિવારમાં નક્કી કરો કે, પહેલા તમે ભારતના 15-20 પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશો. જો દેશને સમૃદ્ધ બનાવવો હોય તો આ માર્ગ પર ચાલવું પડશે.