News Continuous Bureau | Mumbai
આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે(Gujarat Visit) આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) હસ્તે આવતી કાલે પાવાગઢમાં(Pavagadh) કાલિકા માતાના(Kalika Mata) પુર્નવિકસિત મંદિરનું ઉદ્ઘાટન(Temple Inauguration) કરવામાં આવવાનું છે. તેમ જ તેમના હસ્તે નવનિર્મિત શિખર પર માતાજીનો ધ્વજ ફરકાવવામાં(flag hoisting) આવશે.
પાવગઢના પ્રખ્યાન મહાકાળીના મંદિરના(Mahakali Temple) ગર્ભગૃહ પર દરગાહ હતી. તેને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. આ મંદિરનું પુન નિર્માણનું કામ કરવામાં આવ્યું છે. માતાજીના ઉપાસક મોદીજીના હસ્તે આવતીકાલે શનિવારે નવનિર્મિત શિખરના સ્વર્ણ ધ્વજદંડ પર ધ્વજા ફરકાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં માગણી ઉઠી- વિધાનસભામાં મોહમ્મદ પયગંબર બિલ લાવો- રસ્તા પર નીકળશે મોર્ચો-ગૃહમંત્રીએ ભાજપ નેતાની ધરપકડની ખાતી આપતા મામલો ઠંડો પડ્યો
500 વર્ષ પહેલા મહમૂદ બેગડાએ પાવાગઢના મહાકાળી મંદિરનું શિખર અને ધ્વજા ધ્વસ્ત કરી હતી. આવતી કાલે સવારના 9.15 વાગે નરેન્દ્ર મોદી મંદિરની મુલાકાતે આવશે. આ સમયે મંદિરમાં પૂજા-અર્ચના પણ કરશે અને ત્યારબાદ સ્વર્ણિમ ધ્વજદંડ પર ધ્વજા ફરકાવશે.