172
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠકને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે.
શિવસેના નેતા સંજય રાઉતે જલગાંવમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે શિવસેના હંમેશા માનતા રહ્યા છે કે વડા પ્રધાન કોઈ એક પક્ષના નહીં પણ આખા દેશના છે.
છેલ્લા સાત વર્ષોમાં ભાજપને મળેલી સફળતાનો બધો શ્રેય મોદીને જાય છે અને દેશ અને ભાજપ પાર્ટીના સર્વોચ્ચ નેતા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી ઈચ્છે તો તેમની પાર્ટી વાઘ (શિવસેનાનું ચૂંટણી ચિન્હ) સાથે મિત્રતા કરી શકે છે. આ વાત પર સંજય રાઉતે કહ્યુ- વાઘની સાથે કોઈ મિત્રતા ન કરી શકે વાઘ સ્વયં નક્કી કરે છે કે તેણે કોની સાથે મિત્રતા કરવી છે.
You Might Be Interested In