News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ જામનગરમાં વનતારા વન્યજીવ બચાવ કેન્દ્રની મુલાકાત લીધી. હવે પીએમ મોદીની આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં, અનંત અંબાણી પોતે તેમને વનતારાની મુલાકાતે લઈ જતા જોવા મળે છે.
#WATCH | PM Narendra Modi inaugurated and visited the wildlife rescue, rehabilitation, and conservation centre, Vantara in Gujarat. Vantara is home to more than 2,000 species and over 1.5 lakh rescued, endangered, and threatened animals. PM explored various facilities at the… pic.twitter.com/itbMedPtD3
— ANI (@ANI) March 4, 2025
PM Modi Vantara : વનતારા માં વિવિધ સુવિધાઓનો અભ્યાસ કર્યો
પીએમ મોદીએ વનતારા માં વિવિધ સુવિધાઓનો અભ્યાસ કર્યો અને વન્યજીવન હોસ્પિટલની પણ મુલાકાત લીધી. તેમણે પશુચિકિત્સા સુવિધાઓની પણ મુલાકાત લીધી. જણાવી દઈએ કે અહીં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને બીજી ઘણી સુવિધાઓ છે. વનતારામાં પ્રાણીઓ માટે અનેક વિભાગો છે જેમાં વન્યજીવન એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, આંતરિક દવાનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Gir Lion Safari Visit: માથા પર ટોપી, હાથમાં કેમેરો અને સામે સિંહ.. ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળ્યા PM મોદી.. જુઓ તસવીરો
PM Modi Vantara : લુપ્ત પ્રાણીઓને બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા
વનતારામાં, પીએમ મોદીએ એક વિશાળ અજગર, એક અનોખો બે માથાવાળો સાપ, બે માથાવાળો કાચબો, એક વિશાળ ઓટર, બોંગો અને સીલ પણ જોયા. પીએમએ હાથીઓને તેમના જેકુઝીમાં જોયા. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, દુર્લભ ક્લાઉડેડ ચિત્તાના બચ્ચા સહિત ઘણા પ્રાણીઓ સાથે રમ્યા હતા અને તેમને ખવડાવ્યુ પણ હતુ.. એટલું જ નહીં તેમણે કેન્દ્રના કારાકલ પ્રજનન કાર્યક્રમ (Caracal breeding program) વિશે પણ જાણકારી મેળવી, જે લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. અહીં ખાસ વાત એ છે કે આ બધા પ્રાણીઓ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓ છે.
It’s good to see conservation efforts being recognized at the highest level. PM Modi at Vantara is a step forward. #PMatVantara pic.twitter.com/b9L8y7Dkwz
— Fenil Kothari (@fenilkothari) March 4, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)