Site icon

PM Modi Chandigarh: PM મોદી આજે લેશે ચંદીગઢની મુલાકાત, આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના સફળ અમલીકરણને રાષ્ટ્રને કરશે સમર્પિત

PM Modi Chandigarh: પ્રધાનમંત્રી મોદી ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કાર્યક્રમની થીમ 'સુરક્ષિત સમાજ, વિકસિત ભારત - સજાથી ન્યાય સુધી'

News Continuous Bureau | Mumbai

PM Modi Chandigarh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢ ખાતે ત્રણ પરિવર્તનશીલ નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરશે. 

Join Our WhatsApp Community

આ ત્રણેય કાયદાઓની સંકલ્પના પ્રધાનમંત્રીની ( Narendra Modi ) આઝાદી પછી પણ અસ્તિત્વમાં રહેલા સંસ્થાનવાદી યુગના કાયદાઓને દૂર કરવાના અને સજામાંથી ન્યાય તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ન્યાયિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવાના વિઝનથી પ્રેરિત હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનો વિષય ‘સુરક્ષિત સમાજ, વિકસિત ભારત – શિક્ષાથી ન્યાય’ છે.

1 જુલાઈ, 2024ના રોજ રાષ્ટ્રવ્યાપી અમલમાં મૂકવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓનો હેતુ ભારતની કાનૂની પ્રણાલીને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુકૂળ બનાવવાનો છે. આ સીમાચિહ્નરૂપ સુધારાઓ ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં ઐતિહાસિક સુધારાનું પ્રતીક છે, જે સાયબર ક્રાઇમ ( Cybercrime ) , સંગઠિત અપરાધ અને વિવિધ અપરાધોનો ભોગ બનેલા લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરવા જેવા આધુનિક પડકારોને ( Criminal Laws ) પહોંચી વળવા માટે નવું માળખું ઊભું કરશે.

આ સમાચાર પણ વાંચો : The Sabarmati Report PM Modi: PM મોદીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી, ફિલ્મના નિર્માતાઓ માટે કહી ‘આ’ વાત..

( PM Modi Chandigarh ) કાર્યક્રમ આ કાયદાઓના વ્યવહારિક અમલીકરણને પ્રદર્શિત કરશે, જે દર્શાવે છે કે તેઓ કેવી રીતે ફોજદારી ન્યાયના ( Criminal Justice ) લેન્ડસ્કેપને ફરીથી આકાર આપી રહ્યા છે. એક લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ યોજવામાં આવશે, જેમાં ક્રાઇમ સીનની તપાસનું અનુકરણ કરવામાં આવશે, જ્યાં નવા કાયદાઓને અમલમાં મૂકવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version