News Continuous Bureau | Mumbai
PM Modi Birsa Munda : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા 15 નવેમ્બરનાં રોજ બિહારનાં જમુઇની મુલાકાત લેશે. આનાથી ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણીની શરૂઆત થાય છે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે. તેઓ આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશથી રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી ( Narendra Modi ) જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) અંતર્ગત નિર્મિત 11,000 આવાસનાં ગૃહપ્રવેશમાં સહભાગી થશે. તેઓ પ્રધાનમંત્રી જનમાન હેઠળ શરૂ કરવામાં આવેલા 23 મોબાઇલ મેડિકલ યુનિટ્સ (એમએમયુ)નું ઉદઘાટન પણ કરશે અને આદિવાસી વિસ્તારોમાં હેલ્થકેર સુલભતા વધારવા માટે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (ડીજેજીયુએ) હેઠળ વધારાના 30 એમએમયુનું ( Birsa Munda ) ઉદઘાટન પણ કરશે.
પ્રધાનમંત્રી ( PM-Janman ) આદિજાતિની ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને આજીવિકાનાં સર્જનને ટેકો આપવા માટે 300 વન ધન વિકાસ કેન્દ્રો (વીડીવીકે)નું ઉદઘાટન કરશે તથા આદિવાસી વિદ્યાર્થીઓને સમર્પિત આશરે રૂ. 450 કરોડનાં મૂલ્યની 10 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદઘાટન કરશે. તેઓ છિંદવાડા અને મધ્યપ્રદેશના જબલપુરમાં બે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો તથા શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર અને ગંગટોક, સિક્કિમમાં બે આદિવાસી ( Tribal Pride Day ) સંશોધન સંસ્થાઓનું ઉદઘાટન પણ કરશે, જેનો ઉદ્દેશ આદિવાસી સમુદાયોના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાનું દસ્તાવેજીકરણ અને જાળવણી કરવાનો છે.
આ સમાચાર પણ વાંચો : CCPA Coaching Sector: CCPAએ આટલી કોચિંગ સંસ્થાઓ પર ફટકાર્યો રૂ. 54.6 લાખનો દંડ! કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે જારી કરી માર્ગદર્શિકા..
પ્રધાનમંત્રી ( PM Modi Bihar ) આદિજાતિ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે 500 કિલોમીટરનાં નવા માર્ગોનો શિલાન્યાસ કરશે અને પીએમ જનમન અંતર્ગત સામુદાયિક કેન્દ્ર તરીકે કામ કરવા માટે 100 મલ્ટિ-પર્પઝ સેન્ટર્સ (એમપીસી)નો શિલાન્યાસ કરશે. તેઓ રૂ. 1,110 કરોડથી વધારે મૂલ્યની 25 વધારાની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ પણ કરશે, જે આદિવાસી બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની કટિબદ્ધતાને આગળ વધારશે.
પ્રધાનમંત્રી વિવિધ વિકાસ યોજનાઓને પણ મંજૂરી આપશે, જેમાં પ્રધાનમંત્રી જનમન અંતર્ગત આશરે રૂ. 500 કરોડનાં મૂલ્યનાં 25,000 નવા આવાસ અને રૂ. 1960 કરોડથી વધારેનાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAJGUA) અંતર્ગત 1.16 લાખ આવાસ સામેલ છે. પ્રધાનમંત્રી જનમન હેઠળ 66 છાત્રાલયો અને DAJGUA હેઠળ 304 છાત્રાલયોનું મૂલ્ય રૂ. 1100 કરોડથી વધારે છે. પ્રધાનમંત્રી જનમાન અંતર્ગત 50 નવા બહુહેતુક કેન્દ્રો, 55 મોબાઇલ મેડિકલ એકમો અને 65 આંગણવાડી કેન્દ્રો; સિકલ સેલ એનિમિયા નાબૂદી માટે 6 સક્ષમતા કેન્દ્રો તેમજ DAJGUA હેઠળ આશરે રૂ. 500 કરોડનાં મૂલ્યની આશ્રમ શાળાઓ, છાત્રાલયો, સરકારી રહેણાંક શાળાઓનાં અપગ્રેડેશન માટે 330 પ્રોજેક્ટની સાથે-સાથે 6 સક્ષમતા કેન્દ્રો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.