PM Modi Bihar : PM મોદી આજે લેશે બિહારની મુલાકાત, 12,100 કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન.

PM Modi Bihar : પીએમ બિહારમાં લગભગ રૂ. 12,100 કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રદેશમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે, પીએમ દરભંગામાં AIIMSનો શિલાન્યાસ કરશે. પ્રોજેક્ટનું વિશેષ ધ્યાન: રોડ અને રેલ કનેક્ટિવિટી. પીએમ પાઇપ્ડ નેચરલ ગેસની જોગવાઈ દ્વારા સ્વચ્છ ઉર્જા આર્કિટેક્ચરને મજબૂત કરવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. એક અનોખી પહેલમાં, PM દેશભરના રેલવે સ્ટેશનો પર 18 જન ઔષધિ કેન્દ્રો સમર્પિત કરશે

by Hiral Meria
PM Modi will visit Bihar today, inaugurating multiple development schemes worth Rs 12,100 crore.

 News Continuous Bureau | Mumbai 

PM Modi Bihar : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાત લેશે. તેઓ દરભંગાનો પ્રવાસ કરશે અને સવારે 10:45 વાગ્યે તેઓ બિહારમાં આશરે રૂ. 12,100 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને દેશને સમર્પિત કરશે.

પ્રદેશમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મોટું પ્રોત્સાહન આપવાનાં ભાગરૂપે પ્રધાનમંત્રી દરભંગામાં રૂ. 1260 કરોડથી વધારેનાં મૂલ્યની એઈમ્સનો શિલાન્યાસ કરશે. તેમાં સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ/આયુષ બ્લોક, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, નાઇટ શેલ્ટર અને રેસિડેન્શિયલ સુવિધાઓ હશે. તે બિહાર અને તેની આસપાસનાં વિસ્તારોનાં લોકોને તૃતિયક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરશે.

માર્ગો અને રેલ બંને ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટ્સ દ્વારા આ ક્ષેત્રમાં કનેક્ટિવિટીને વેગ આપવા માટે પ્રોજેક્ટ્સનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી બિહારમાં ( Bihar ) આશરે રૂ. 5,070 કરોડનાં મૂલ્યનાં વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ( National Highway Projects ) ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ – 327ઇનાં ચાર લેનનાં ગલગાલિયા-અરરિયા સેક્શનનું ઉદઘાટન કરશે. આ કોરિડોર પૂર્વ-પશ્ચિમ કોરિડોર (એનએચ-27) પર અરરિયાથી પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળ સુધી ગલગાલિયામાં વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. તેઓ એનએચ-322 અને એનએચ-31 પર બે રેલ ઓવર બ્રીજ (આરઓબી)નું ઉદઘાટન પણ કરશે. ઉપરાંત પ્રધાનમંત્રી બંધુગંજમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 110 પર એક મોટા પુલનું ઉદઘાટન કરશે, જે જહાનાબાદથી બિહારશરીફને જોડશે.

પ્રધાનમંત્રી ( Narendra Modi ) આઠ રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાઓનો શિલાન્યાસ કરશે, જેમાં રામનગરથી રોઝેરા સુધી પાકા ખભા સાથે બે લેનનો રોડ, બિહાર-પશ્ચિમ બંગાળની સરહદથી લઈને એનએચ-131એનાં મણિહારી સેક્શન, હાજીપુરથી બછવાડા વાયા માહનાર અને મોહિઉદ્દીન નગર, સરવન-ચકાઈ સેક્શન વગેરે સામેલ છે. તેઓ એનએચ-327ઇ પર રાનીગંજ બાયપાસનો શિલાન્યાસ પણ કરશે. કટોરિયા, લખપુરા, બાંકા અને પંજવાડા, એનએચ-333એ પર બાયપાસ છે. અને એનએચ-82થી એનએચ-33 સુધી ચાર લેનનો લિન્ક રોડ બનશે.

પ્રધાનમંત્રી રૂ. 1740 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું ( Railway project ) લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ બિહારના ઔરંગાબાદ જિલ્લાના ચિરાલાપોથુથી બાઘા બિશુનપુર સુધી રૂ. 220 કરોડથી વધુની કિંમતની સોનનગર બાયપાસ રેલ્વે લાઇનનો શિલાન્યાસ કરશે.

PM Modi Bihar: પ્રધાનમંત્રી ઝાંઝરપુર-લૌકાહા બજાર સેક્શનમાં ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપશે

તેઓ રૂ. 1520 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટ દેશને પણ સમર્પિત કરશે. તેમાં ઝાંઝરપુર-લૌકા બાઝાર રેલ સેક્શન, દરભંગા બાયપાસ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન, દરભંગા બાયપાસ રેલવે લાઇન સામેલ છે, જે દરભંગા જંક્શન પર રેલવે ટ્રાફિકની ગીચતાને હળવી કરશે, રેલવે લાઇન પ્રોજેક્ટને બમણો કરશે, જેનાથી પ્રાદેશિક જોડાણને વધારે સારી સુવિધા મળશે.

આ સમાચાર પણ વાંચો : Share Market Opening : મંગળવારે રોકાણકારોએ અધધ ₹5 લાખ કરોડ ગુમાવ્યા… આજે પણ શેરબજાર ખુલતાની સાથે જ લપસી ગયું; આજે કેવી રહેશે બજારની ચાલ..

પ્રધાનમંત્રી ઝાંઝરપુર-લૌકાહા બજાર સેક્શનમાં ટ્રેન સેવાઓને લીલી ઝંડી પણ આપશે. આ વિભાગમાં મેમુ ટ્રેન સેવાઓ શરૂ કરવાથી નજીકનાં નગરો અને શહેરોમાં રોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ સરળતાપૂર્વક ઉપલબ્ધ થશે.

પ્રધાનમંત્રી ભારતનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો દેશને અર્પણ કરશે. આ મુસાફરો માટે રેલ્વે સ્ટેશનો પર સસ્તી દવાઓની ઉપલબ્ધતાની ખાતરી કરશે. તે જેનરિક દવાઓની સ્વીકૃતિ અને જાગૃતિને પ્રોત્સાહન પણ આપશે, જેથી આરોગ્યસંભાળ પરના એકંદર ખર્ચમાં ઘટાડો થશે.

પ્રધાનમંત્રી રૂ. 4,020 કરોડથી વધારેનાં મૂલ્યનાં મૂલ્યનાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનાં ક્ષેત્રમાં ( Petroleum and Natural Gas Sector ) વિવિધ પહેલોનો શિલાન્યાસ કરશે. ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) લાવવા અને વાણિજ્યિક અને ઔદ્યોગિક ક્ષેત્રોને સ્વચ્છ ઊર્જાનાં વિકલ્પો પ્રદાન કરવાનાં વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બિહારનાં પાંચ મુખ્ય જિલ્લાઓમાં દરભંગા, મધુબની, સુપૌલ, સીતામઢી અને શિઓહરમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સીજીડી) નેટવર્કનાં વિકાસ માટે શિલારોપણ કરશે. તેઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની બરૌની રિફાઇનરીના બિટ્યુમેન મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ પણ કરશે, જે આયાતી બિટ્યુમેન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ રૂપ થઈને સ્થાનિક સ્તરે બિટ્યુમેનનું ઉત્પાદન કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More