Site icon

PM Modi’s birthday: વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી! સુરતમાં યોજાઈ 2 દિવસીય યોગ શિબિર, ૭૩૫ જેટલા યોગસાધકોએ લીધો ભાગ

PM Modi's birthday: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મીડિયા પ્રભારી તરીકેનું કાર્ય શ્રી યોગ કોચ હિરલ દવેએ સંભાળ્યું હતું. હવનમાં દરેક મહેમાનો અને યોગસાધક દ્વારા આહુતિ આપીને વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે યોગ, પ્રાણાયામ, યોગ ગરબાની તાલે યોગ સાધકો, વીર જવાનો ઝૂમી ઉઠ્યા હતા. આચાર્યશ્રીએ યોગને જીવનનો ભાગ બનાવીને નિયમિત યોગ કરવા જણાવ્યું હતું.

PM Modi's birthday :Ahead of PM Modi's 73rd birthday, Yoga programs held in Surat

PM Modi's birthday :Ahead of PM Modi's 73rd birthday, Yoga programs held in Surat

વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા કામરેજના વાવ ખાતે બે દિવસીય યોગ શિબિરમાં ૭૩૫ જેટલા યોગસાધકોએ ભાગ લીધો
યોગને જીવનનો ભાગ બનાવીને સ્વસ્થ અને નિરોગી રહેવાનો અનુરોધ કરતા યોગસાધકો

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community
PM Modi’s birthday: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને સુરત જિલ્લા કો-ઓર્ડીનેટર નવનીત શેલડીયાના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એસ.આર.પી.એફ.પરેડ ગ્રાઉન્ડ, જૂથ ૧૧ વાવ ખાતે વડાપ્રધાનશ્રીના ૭૩મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે બે દિવસીય યોગ શિબિર યોજાઈ હતી, જેમાં ૭૩૫ જેટલા યોગસાધકો યોગસાધનામાં જોડાયા હતા. આ પ્રસંગે એસ.પી. કે. ડી.પરીખ, ડી.વાય.એસ.પી. શૈલેષ આચાર્ય, ડી.વાય.એસ.પી. અનિલ પટેલ, પી.આઇ. પટેલ, પી.આઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરમાં ધ રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે વિશ્વમાં પ્રખ્યાત અન્વી ઝાંઝરૂકિયા પણ હાજર રહીને યોગ કૃતિ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મીડિયા પ્રભારી તરીકેનું કાર્ય શ્રી યોગ કોચ હિરલ દવેએ સંભાળ્યું હતું. હવનમાં દરેક મહેમાનો અને યોગસાધક દ્વારા આહુતિ આપીને વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે યોગ, પ્રાણાયામ, યોગ ગરબાની તાલે યોગ સાધકો, વીર જવાનો ઝૂમી ઉઠ્યા હતા. આચાર્યશ્રીએ યોગને જીવનનો ભાગ બનાવીને નિયમિત યોગ કરવા જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Gujarat : ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી

પાસોદરાના બ્રહ્માકુમારી કેન્દ્રના મુખ્ય સંચાલક હર્ષા દીદી, કામરેજના રિમા દીદી, હિમા દીદી, શિલ્પા શેલડીયા, હિના ચાવડા, હિરલ દવેએ શિબિરને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. યોગ ટ્રેનર ભાવના માંગરોળીયા, આરતી પોકલ, વર્ષા વાવિયા, જલ્પા દુધાત, શિલ્પા જસાણી, પટેલ દક્ષાબેન, ખૂંટ સોનલ, શ્રુતિ, ગૌરી ભાવસાર, પટેલ ગીતા, રિના પટેલ સહિત યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version