News Continuous Bureau | Mumbai
ડાયમંડ સિટી સુરતની અંદર પીએમ મોદીની સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે. સુરતમાં 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવવામાં આવી છે.
સુરતની અંદર સોના અને ચાંદી તેમજ ડાયમંડની અલગ પ્રકારની કારિગરી જોવા મળતી હોય છે. ત્યારે અગાઉ ચાંદીની ફીરકી અને પતંગ પણ બનાવવામાં આવ્યા હતા. ઉત્તરાયણ નિમિત્તે આ પ્રકારે જ્વેલર્સે આ કારીગરી બતાવી હતી ત્યારે પીએમ મોદીની સોનાની મૂરતીઓ પણ બનાવવામાં આવી છે.
આ મૂર્તિની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા છે. દેશભરમાં કંઈક નવું કરવા માટે પ્રખ્યાત સુરતે કંઈક એવું કર્યું છે જે આ વખતે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આ મૂર્તિ ગુજરાતમાં 156 બેઠકો જીત બાદ આ ખુશીમાં બનાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: પોસ્ટ ઓફિસ સ્કીમ: જબરદસ્ત રિટર્ન મેળવવા માટે આ સ્કીમમાં રોકાણ કરો, તમને ટેક્સ બચતની સાથે આ લાભો પણ મળશે
15થી વધુ કારીગરોએ 7 મહિનામાં બનાવી મૂર્તી
મળતી વિગતો અનુસાર એક કંપની દ્વારા મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ બનાવવા માટે 15થી 20 કારીગરોએ મહેનત કરી છે. મૂર્તિ બનાવવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો. ગુજરાતમાં આ વખતે ભાજપને બહું મોટી જીત મળી છે. ગુજરાતમાં પીએમ મોદી તત્કાલિન સીએમ રહી ચૂક્યા છે અને ગુજરાતમાં તેઓ લોકોમાં ખૂબ પ્રચલિત છે. જેથી તેમના માનમાં આ મૂર્તિ બનાવવામાં આવી છે.