ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
તાજેતરમાં ભાજપના જનરલ સેક્રેટરી પદે નીમાયા બાદ વિનોદ તાવડેએ સોમવારે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મોદીએ તેમને રાષ્ટ્રીય સ્તરે કઈ પદ્ધતિએ પ્રભાવી રીતે કામ કરી શકાય તે માટે વિનોદ તાવડેનું માર્ગદર્શન કર્યું હોવાનું કહેવાય છે.
પક્ષ તરફથી ભાજપના રાષ્ટ્રીય સ્તરે જનરલ સેક્રેટરી પદે નીમાયા બાદ રાજકીય અને સંગઠનાત્મક દ્દષ્ટિએ અનેક અપેક્ષા તમારા તરફથી રાખવામાં આવી રહી છે એવું નરેન્દ્ર મોદીએ વિનોદ તાવડેને કહ્યું હતું. પક્ષના જનરલ સેક્રેટરીની જવાબદારી સૌથી મોટી જવાબદાર છે. તેથી મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરી પક્ષને વધુ આગળ લઈ જશો એવો વિશ્વાસ મોદીએ વિનોદ તાવડે માટે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
નરેન્દ્ર મોદીના માર્ગદર્શન બાદ વિનોદ તાવડેએ કહ્યું હતું કે તેમને ફકત ચૂંટણીની રાજકરણ કરવું નથી. પરંતુ ખરા અર્થમાં સત્તાના ફળ સામાન્ય અને ગરીબ નાગરિકો સુધી પહોંચાડવા ખરા અર્થમાં પરિશ્રમ કરવું આવશ્યક છે. તે માટે પક્ષ માટે કાર્યકર્તાઓએ પણ પ્રતિબદ્ધ રહેવું જોઈએ.
ભાજપ સત્તાનો ઉપભોગ કરવા માટે નહીં પણ જનસેવા માટે કરવા માગે છે એ વાતને લોકો સુધી પહોંચાડવાની સલાહ પણ આ સમયે મોદીએ વિનોદ તાવડેને આપી હતી.