Site icon

મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનની સ્પીડને લાગી બ્રેક, વડા પ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ અટવાયો. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈથી અમદાવાદ(Mumbai-Ahemdabad Bullet train) વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડાવવામાં આવવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi dream project)નો આ ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે. ગુજરાત(Gujarat)માં આ પ્રોજેક્ટનું કામ પૂરઝડપે થઈ રહ્યું છે. પરંતુ પહેલાથી સ્થાનિક નાગરિકોનો વિરોધ થવાને કારણે મહારાષ્ટ્ર(Maharashtra)માં આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર બ્રેક લાગી ગઈ છે.

Join Our WhatsApp Community

ગુજરાત(Gujarat)માં બુલેટ ટ્રેન(Bullet train)નું કામ ફૂલ સ્પીડે થઈ રહ્યું છે. 99 ટકા જમીન સંપાદનનું કામ થઈ ગયું છે, તો  નદી પર પુલ બાંધવાના મહત્વના કામ ચાલી રહ્યા છે, જેમાં દમણગંગા, નર્મદા, માહી, સાબરમતી, તાપી, કાવેરી, અંબિકા જેવી નદીઓ પર પુલનું કામ ચાલી રહ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. જુલાઈ 2024 સુધીમાં આ તમામ નદીઓ પર પુલ બનીને તૈયાર થઈ જાય એવો અંદાજો છે.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હીમાં તંત્રના બુલડોઝર પર સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત્, કોર્ટે સરકારને આપ્યા આ આદેશ; બે સપ્તાહ પછી સુનાવણી

લગભગ 1.08 લાખ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલી બુલેટ ટ્રેન 2027માં દોડે એવી શક્યતા છે. ગુજરાતમાં મોટાભાગનું કામ ચાલી થઈ ગયું છે. પરંતુ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 68 ટકા જેટલી જ જમીનનું સંપાદન થયું છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર ગયા બાદ હવે મહાવિકાસ આઘાડીની સરકાર(MVA Govt)નું રાજ ચાલે છે. ભાજપ-શિવસેના (BJP – Shiv Sena)વચ્ચેના રાજકીય તણાવને કારણે બે વર્ષથી જમીન સંપાદનનું કામ અટવાઈ ગયું હોવાનું માનવામાં આવે છે. એ સિવાય મુંબઈ(Mumbai)માં બીકેસી(BKC)માં ટર્મિનલ બનાવવા માટે જમીન નહીં મળવાને કારણે 11 વખત ટર્મિનલ બનાવવાના ટેન્ડર રદ કરવામાં આવ્યા છે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version