58
Join Our WhatsApp Community
- કોનક્લેવનો ઉદ્દેશ્ય ઓડિશાને પૂર્વોદય વિઝન, ભારતમાં અગ્રણી રોકાણ સ્થળ અને ઔદ્યોગિક હબ તરીકે સ્થાપિત કરવાનો છે
- પ્રધાનમંત્રી દેહરાદૂનમાં 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે
- રાષ્ટ્રીય રમતોની થીમ: ગ્રીન ગેમ્સ
PM Modi Odisha visit: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને સાંજે 6 વાગ્યે, તેઓ 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે.
ઓડિશામાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ઓડિશા સરકાર દ્વારા આયોજિત આ મુખ્ય વૈશ્વિક રોકાણ સમિટનો ઉદ્દેશ્ય રાજ્યને પૂર્વોદય વિઝનના મુખ્ય કેન્દ્ર તેમજ ભારતમાં એક અગ્રણી રોકાણ સ્થળ અને ઔદ્યોગિક હબ તરીકે સ્થાપિત કરવાનો છે.
આ સમાચાર પણ વાંચો : Baba Siddique Murder :બાબા સિદ્દીકીની હત્યામાં ‘દાઉદ કનેક્શન’, આ કારણે અનમોલ બિશ્નોઈએ હત્યા કરાવી, શૂટરે કર્યો મોટો ખુલાસો!
પ્રધાનમંત્રી મેક ઇન ઓડિશા પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. જે એક જીવંત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવામાં રાજ્યની સિદ્ધિઓને પ્રકાશિત કરે છે. આ બે દિવસીય કોન્ક્લેવ 28 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે. તે ઉદ્યોગના નેતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જેથી તેઓ ઓડિશા પસંદગીના રોકાણ સ્થળ તરીકે શું તકો પ્રદાન કરે છે તેની ચર્ચા કરી શકે. આ કોન્ક્લેવમાં CEOs અને નેતાઓની ગોળમેજી બેઠકો, ક્ષેત્રીય સત્રો, B2B બેઠકો અને નીતિ ચર્ચાઓનું આયોજન કરવામાં આવશે, જે વિશ્વભરના રોકાણકારો સાથે લક્ષિત જોડાણ સુનિશ્ચિત કરશે.
ઉત્તરાખંડમાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી દેહરાદૂન ખાતે 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. તેનું આયોજન ઉત્તરાખંડમાં તેના રજત જયંતી વર્ષ દરમિયાન થઈ રહ્યું છે અને તે 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉત્તરાખંડના 8 જિલ્લાઓના 11 શહેરોમાં યોજાશે.
36 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેશે. 17 દિવસ સુધી, 35 રમત/વિષયો માટે સ્પર્ધાઓ યોજાશે. આમાંથી, 33 રમતો માટે મેડલ એનાયત કરવામાં આવશે, જ્યારે બે પ્રદર્શન રમતો હશે. યોગ અને મલખંભનો પ્રથમ વખત રાષ્ટ્રીય રમતોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દેશભરમાંથી 10,000થી વધુ રમતવીરો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ વર્ષે રાષ્ટ્રીય રમતોની થીમ “ગ્રીન ગેમ્સ” છે. સ્પોર્ટ્સ ફોરેસ્ટ નામનો એક ખાસ ઉદ્યાન, સ્થળની નજીક વિકસાવવામાં આવશે, જ્યાં રમતવીરો અને મહેમાનો દ્વારા 10,000થી વધુ છોડ રોપવામાં આવશે. રમતવીરો માટે મેડલ અને પ્રમાણપત્રો પર્યાવરણને અનુકૂળ અને બાયોડિગ્રેડેબલ સામગ્રીમાંથી બનાવવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.