News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે. આજે સવારે માતા હીરાબા(Hiraba)ને મળ્યા બાદ PM મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ(Pavagadh)ની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતા(Mahakali Temple)ના દર્શન કરીને તેમણે વિકાસ કામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. આ પછી તેઓએ વર્ષો બાદ પુનિ વિકસિત કરાયેલ શિખર પર ધ્વજારોહણ(Flag hoisting) કર્યું… જુઓ વિડીયો..
ઉલ્લેખનીય છે કે, 500 વર્ષ પહેલાં આ મંદિર પર ચઢાઈ થઈ હતી અને 5 સદીથી મંદિર(Temple)નું શિખર જર્જરિત(Dilapidated) થઈ ગયું હતું. હવે આ શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. માતાજીના જૂના મંદિરમાં શિખરની જગ્યાએ દરગાહ(Dargah) હતી તેને સમજાવટપૂર્વક દૂર કરાવીને ત્યાં નવું શિખર બાંધવામાં આવ્યું છે તથા તેના પર ધ્વજદંડ (Flagpole) પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યારે 500 વર્ષ બાદ પાવાગઢમાં માતા કાલિકા(Mata Kalika temple)ના શિખર પર ધ્વજારોહણ થયુ છે.