ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
એનસીપી વડા તથા હેવીવેઈટ રાજકીય નેતા શરદ પવારે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે.
શરદ પવારે એક કોફી ટેબલ બુકના વિમોચન સમયે કહ્યું કે 2019ની ચૂંટણી સમયે PM મોદીએ પ્રસ્તાવ કર્યો હતો કે એનસીપીએ એનડીએનો ભાગ બની જાય અને ભાજપ એનસીપી વચ્ચે જોડાણ થાય પણ મે મોદીને કહ્યું હતું કે આ શક્ય નથી.
સાથે તેમણે એમ પણ કહ્યું કે,એ વાત સાચી છે કે અમારા બંને પક્ષો વચ્ચે જોડાણ અંગે ચર્ચા થઈ હતી. વડા પ્રધાને કહ્યું કે આપણે તેના વિશે વિચારવું જોઈએ.
જો કે, મેં તેમને તેમની ઓફિસમાં જ કહ્યું કે તે શક્ય નથી અને હું તેમને અંધારામાં રાખવા માંગતો નથી
તેઓએ કહ્યું કે રાજયની ચૂંટણી સમયે વડાપ્રધાન સતત એવા તોફાની વિધાનો કરી રહ્યા હતા કે એનસીપી અમારી સાથે જોડાણ ઈચ્છે છે. તેઓ શિવસેનાના મનમાં શંકા ઉભી કરવા પ્રયાસ કરી રહ્યા હતા જેથી શિવસેના જોડાણમાંથી નિકળી જાય પણ આ શકય બન્યું ન હતું.