શરદ પવારે કહ્યું વર્ષ 2019 માં વડાપ્રધાન મોદીએ આ ઓફર આપી હતી. પરંતુ અમે ના પાડી. જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

ગુરુવાર.  

એનસીપી વડા તથા હેવીવેઈટ રાજકીય નેતા શરદ પવારે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. 

શરદ પવારે એક કોફી ટેબલ બુકના વિમોચન સમયે કહ્યું કે 2019ની ચૂંટણી સમયે PM મોદીએ પ્રસ્તાવ કર્યો હતો કે એનસીપીએ એનડીએનો ભાગ બની જાય અને ભાજપ એનસીપી વચ્ચે જોડાણ થાય પણ મે મોદીને કહ્યું હતું કે આ શક્ય નથી.

સાથે તેમણે એમ પણ કહ્યું કે,એ વાત સાચી છે કે અમારા બંને પક્ષો વચ્ચે જોડાણ અંગે ચર્ચા થઈ હતી. વડા પ્રધાને કહ્યું કે આપણે તેના વિશે વિચારવું જોઈએ.

જો કે, મેં તેમને તેમની ઓફિસમાં જ કહ્યું કે તે શક્ય નથી અને હું તેમને અંધારામાં રાખવા માંગતો નથી

તેઓએ કહ્યું કે રાજયની ચૂંટણી સમયે વડાપ્રધાન સતત એવા તોફાની વિધાનો કરી રહ્યા હતા કે એનસીપી અમારી સાથે જોડાણ ઈચ્છે છે. તેઓ શિવસેનાના મનમાં શંકા ઉભી કરવા પ્રયાસ કરી રહ્યા હતા જેથી શિવસેના જોડાણમાંથી નિકળી જાય પણ આ શકય બન્યું ન હતું.

સંજય રાઉતે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા કરી, કહ્યું બીજા ને માસ્ક પહેરવાની સલાહ આપે છે. પણ પોતે પહેરતા નથી. જાણો બીજુ શું કહ્યું
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More