Site icon

PMAY-G: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં દેશમાં અગ્રેસર ગુજરાતના પરફોર્મન્સને કેન્દ્ર સરકારની મહોર, વધારાના આટલા લાખ આવાસ નિર્માણ કરવા મળી મંજૂરી.

PMAY-G: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં દેશમાં અગ્રેસર ગુજરાતના પરફોર્મન્સને કેન્દ્ર સરકારની પણ મહોર. વધારાના 2.44 લાખ આવાસ-નિર્માણ કરવા માટે મંજૂરી

Pradhan Mantri Awas Yojana- The performance of Gujarat, the leader in the country in rural areas, has also been stamped by the central government

Pradhan Mantri Awas Yojana- The performance of Gujarat, the leader in the country in rural areas, has also been stamped by the central government

News Continuous Bureau | Mumbai

PMAY-G : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં 2024-25ના વર્ષમાં 2 લાખ 99 હજાર આવાસોના લક્ષ્યાંકથી ગુજરાતમાં પ્રતીક્ષા યાદીના લાભાર્થીઓનું 100 ટકા સેચ્યુરેશન સાકાર કરવા ગુજરાત સરકાર ( Gujarat Government ) સજ્જ 

Join Our WhatsApp Community

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક જરૂરતમંદ પરિવારને પોતિકું આવાસ-છત્ર આપવા શરૂ કરેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી લક્ષ્યાંક સિદ્ધિના પરફોર્મન્સમાં 2016થી ગુજરાતની અગ્રેસરતાને કેન્દ્ર સરકારે ( Central Government ) મંજૂરીની મહોર મારી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં 2024-25ના વર્ષ માટે ગુજરાતને ( Gujarat ) આપવામાં આવેલા 54 હજાર આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની શ્રેષ્ઠતા અને લાભાર્થીઓની વધુ સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2.44 લાખ આવાસોનો ( Pradhan Mantri Awas Yojana ) લક્ષ્યાંક પી.એમ.એ.વાય.-ગ્રામીણ માટે ફાળવ્યો છે. આ લક્ષ્યાંક સાથે હવે 2024-25ના વર્ષમાં રાજ્યમાં 2 લાખ 99 હજાર પ્રધાનમંત્રી આવાસો ગ્રામીણ ક્ષેત્રોમાં નિર્માણ થશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ 2.99 લાખ આવાસો પૂર્ણ થતાં ગુજરાતમાં પી.એમ.એ.વાય.-ગ્રામીણના પ્રતીક્ષા-યાદીના પાત્રતા ધરાવતા બધા જ લાભાર્થીઓને આવરી લેવાની કામગીરી પૂર્ણ થઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : IORA : ભારતીય મહાસાગર રિમ એસોસિએશન સેમિનારની બીજી આવૃત્તિ યોજાઈ ગોવામાં, આ દેશોના પ્રતિનિધિઓએ ચર્ચામાં લીધો ભાગ.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) દિશાદર્શનમાં રાજ્યનો ગ્રામ વિકાસ વિભાગ 2.99 લાખ પી.એમ.એ.વાય.-ગ્રામીણના નિર્માણ દ્વારા 100 ટકા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવાની દિશામાં સજ્જ બન્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version