ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ઓગસ્ટ 2020
કોરોના ના લોકડાઉનથી તમામ લોકો પરેશાન છે. અને દુકાનો ખોલવા દેવાની સતત માંગ કરી રહયાં છે. જનતાની માંગને લઇને વિવિધ મહાનગરપાલિકાઓ હવે ધીમે ધીમે દુકાનો ખોલવાની છૂટછાટ આપી રહી છે. થોડા દિવસો અગાઉ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને અનલોકની પ્રક્રિયા અંતર્ગત સપ્તાહના સાતેય દિવસ દુકાન ખોલવાની મંજૂરી આપી હતી. આજથી પનવેલ વાસીઓને પણ 15 ઓગસ્ટ ની ભેટ મળી છે. પનવેલમાં હવે સાતેય દિવસ દુકાનો ખુલ્લી રહેશે.
દરમ્યાન પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્થાત પીએમસીની ના અધિકારીએ કહ્યું છે કે "તેમના અંતર્ગત આવતાં કામોથે, ખારઘર, કલંબોલી અને પનવેલ સિટી ના તમામ ક્ષેત્રોમાં હાલ કોરોનાના દર્દી ની સંખ્યા નિયંત્રણમાં છે અને નાગરિકોની સતત અપીલને ધ્યાનમાં રાખી અમે બધી દુકાનો ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. જે મુજબ સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી સાતે દિવસ દુકાનો ખુલ્લી રાખી શકાશે."
બીજી બાજુ કલ્યાણ- ડોમ્બિવલીના નાના વેપારીઓએ પણ દુકાન ખોલવા દેવાની માંગ મનપા કમિશનર સમક્ષ કરી હતી. જેમાં પોઝિટિવ નિર્ણય લેવાશે એવી ખાતરી વેપારીઓને મળી છે… આ દરમિયાન કેડીએમસી ના કમિશનરે પણ કહ્યું કે તેઓ વેપારીઓ સાથે મિટીંગ કરી રહ્યા છે અને આગામી બે-ત્રણ દિવસમાં આનો નિર્ણય લઇ લેશે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com