Site icon

PMKSY : કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2025-2026નાં માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની પેટાયોજના સ્વરૂપે કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ અને વોટર મેનેજમેન્ટનાં આધુનિકીકરણને મંજૂરી આપી

PMKSY : સિંચાઈના પાણી પુરવઠા નેટવર્કના આધુનિકીકરણ માટે છે, જેથી નિયુક્ત ક્લસ્ટરમાં હાલની નહેરો અથવા અન્ય સ્રોતોમાંથી સિંચાઈના પાણીનો પુરવઠો મળી શકે. તે સ્થાપિત સ્ત્રોતથી ફાર્મ ગેટ સુધીના ખેડૂતો દ્વારા સૂક્ષ્મ-સિંચાઈ માટે ભૂગર્ભ દબાણયુક્ત પાઇપ સિંચાઈ સાથે 1 હેક્ટર સુધી મજબૂત બેકએન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે.

PMKSY Cabinet approves Rs 1,600 crore for modernisation of irrigation infrastructure under PMKSY

PMKSY Cabinet approves Rs 1,600 crore for modernisation of irrigation infrastructure under PMKSY

News Continuous Bureau | Mumbai 

PMKSY : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય)ની પેટાયોજના સ્વરૂપે કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ (એમ-સીએડીડબલ્યુએમ)નાં આધુનિકીકરણને વર્ષ 2025-2026નાં ગાળા માટે મંજૂરી આપી હતી, જેમાં પ્રારંભિક કુલ રૂ.1600 કરોડનો ખર્ચ થશે.

Join Our WhatsApp Community

આ યોજનાનો હેતુ સિંચાઈના પાણી પુરવઠા નેટવર્કના આધુનિકીકરણ માટે છે, જેથી નિયુક્ત ક્લસ્ટરમાં હાલની નહેરો અથવા અન્ય સ્રોતોમાંથી સિંચાઈના પાણીનો પુરવઠો મળી શકે. તે સ્થાપિત સ્ત્રોતથી ફાર્મ ગેટ સુધીના ખેડૂતો દ્વારા સૂક્ષ્મ-સિંચાઈ માટે ભૂગર્ભ દબાણયુક્ત પાઇપ સિંચાઈ સાથે 1 હેક્ટર સુધી મજબૂત બેકએન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે. SCADA, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજીનો ઉપયોગ વોટર એકાઉન્ટિંગ અને વોટર મેનેજમેન્ટ માટે કરવામાં આવશે. તેનાથી કૃષિ સ્તરે વોટર યુઝ એફિશિયન્સી (ડબલ્યુયુઇ)માં વધારો થશે, કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થશે અને તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

આ સમાચાર પણ વાંચો : Mahanatya : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 12 એપ્રિલના રોજ સમ્રાટ વિક્રમાદિત્યના જીવન પર આધારિત ‘મહાનાટ્ય’માં આપશે હાજરી

સિંચાઈની અસ્કયામતોના વ્યવસ્થાપન માટે વોટર યુઝર સોસાયટી (ડબલ્યુયુએસ)ને સિંચાઈ વ્યવસ્થાપન હસ્તાંતરણ (આઇએમટી) દ્વારા આ યોજનાઓને સાતત્યપૂર્ણ બનાવવામાં આવશે. વોટર યુઝર સોસાયટીઝને પાંચ વર્ષ માટે એફપીઓ અથવા પીએસીએસ જેવી હાલની આર્થિક સંસ્થાઓ સાથે જોડવા માટે હેન્ડહોલ્ડિંગ સપોર્ટ આપવામાં આવશે. યુવાનો પણ ખેતી તરફ આકર્ષિત થશે, સિંચાઈની આધુનિક પદ્ધતિ અપનાવશે.

પ્રારંભિક મંજૂરી રાજ્યોને પડકારજનક ભંડોળ દ્વારા દેશના વિવિધ કૃષિક્ષેત્રના ક્ષેત્રોમાં પાયલોટ પ્રોજેક્ટ્સ હાથ ધરવાની છે. આ પ્રોજેક્ટ્સની ડિઝાઇન અને માળખાગત નિર્માણમાં શીખવાના આધારે, નેશનલ પ્લાન ફોર કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ એપ્રિલ 2026 થી 16મા નાણાં પંચના સમયગાળા માટે શરૂ કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Exit mobile version