News Continuous Bureau | Mumbai
NCP નેતા અને મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં મંત્રી નવાબ મલિકને 4 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
વિશેષ અદાલતે પોતાના આદેશમાં તેમને માત્ર એક બેડ, ગાદલું અને ખુરશીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
જોકે તેઓને અત્યારે ઘરનું બનાવેલું ભોજન ખાવાની મંજૂરી આપવામાં આવી નથી.
નવાબ મલિક હાલ આર્થર રોડ જેલમાં બંધ છે.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 23 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઈલ્સ'થી રાજકારણ ગરમાયુ. ફિલ્મ જોઈને પરત ફરી રહેલા પશ્ચિમ બંગાળના આ BJP સાંસદ પર હુમલો, કાર પર બોમ્બ ફેંકાયો; જાણો વિગતે
